ચેતન પટેલ/સુરત :સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આવામાં કોરોનાના વધતા જતા કેસને લઈ મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કોરોના પોઝિટિવ (corona positive) વ્યક્તિએ વિઝીટ કરી હોય તે સ્થળ 48 કલાક માટે બંધ કરાશે. એટલું જ નહિ તે સ્થળ ડિસઇન્ફેક્શન કરવામાં આવશે. એક કરતાં વધુ પોઝિટિવ કેસવાળી ઓફિસોને પણ 48 કલાક માટે બંધ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 દિવસમાં 43 સુપરસ્પ્રેડર શોધાયા
સુરત શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ મામલે એસએમસીનું તંત્ર વધુ સતર્ક બન્યું છે અને સુપર સ્પ્રેડર્સ (super spreader) ની શોધખોળ વધુ ઝડપી ગતિથી કરવામાં આવી છે. જેમાં માત્ર 5 દિવસમાં 43 સુપર સ્પ્રેડર્સને શોધી કઢાયા છે.
 સુપર સ્પ્રેડર્સને શોધવા માટે મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સુપર સ્પ્રેડર ટેસ્ટિંગ અભિયાન અંતર્ગત દૂધ વિક્રેતા અને ડેરીમાં ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. અલગ અલગ 8 ઝોનમાં ડેરીના માલિક અને કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 


PM મોદીના જન્મદિવસ પર આ પણ વાંચો : ‘મોદીજી સાથે છે તો હિંમત આવશે જ...’ આ જુસ્સા સાથે દિવ્યાંગો સાઈકલ પર નીકળ્યા દિલ્હીની સફરે


સલૂન, ગેરેજ, પાન ગલ્લામાં સઘન ચેકિંગ 
મનપાની ટીમને આ સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાનમાં માત્ર 5 દિવસમાં 43 સુપર સ્પેડર્સ મળી આવ્યા છે. આ સાથે જ પાન ગલ્લા અને ચાવાળાના 855 ટેસ્ટિંગ કરાયા હતા, જેમાં તેઓને 7 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. વળી સલૂન અને ઓટોગેરેજમાં પણ મનપાની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેના પરિણામે સલૂનમાં 650 ટેસ્ટ પૈકી 1 પોઝિટિવ નોંધાયો હતો. જ્યારે ઓટો ગેરેજમાં 860 ટેસ્ટ પૈકી 8 પોઝિટિવ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વધતા કેસને પગલે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ અલગ ઝોનની મુલાકાત લેવામાં આવી છે અને મનપાની એસઓપીનું પાલન કરવા માટે લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા છે.


PM મોદીના જન્મદિવસ પર આ પણ વાંચો : પીએમ મોદી જન્મદિવસ : રાજકોટની લકી બેઠકે જ પીએમ મોદીને મુખ્યમંત્રીના પદ સુધી પહોંચાડ્યા હતા


કોંગ્રેસનો સીધો વાર
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વિશે કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોષીએ કહ્યું કે, અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં કોરોનાના આંકડા સતત વધી રહ્યાં છે. બમણા મૃત્યુ થયા હોવા છતાં સરકાર આંકડા છુપાવી રહી છે. સરકારને વિનંતી છે કે, તમારા પક્ષને સુપર સ્પ્રેડર બનતા રોકો. નમસ્તે ટ્રમ્પથી નમસ્તે પાટીલ સુધી આ ચાલ્યું. સામાન્ય જનતાને દંડ અને ભાજપના નેતાઓને ખુલ્લી છૂટ આપવામાં આવે છે. રાજ્યમાં ઓક્સિજન સપ્લાય ખૂટી રહ્યો છે. હોસ્પિટલમાં સ્ટાફ પણ હવે ઓછો પડી રહ્યો છે. સરકારને વિનંતી છે કે સાચા આંકડા આપો, નહિ તો અમે સિટીઝન કમિશન બનાવીને માહિતી લઈશું.