Kyrgyzstan Mob Attack : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં હિંસા બાદ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર મોટું સંકટ આવી ગયું છે. સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ બાદથી સ્થિતિ વણસી છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો. જેના એક અઠવાડિયા બાદથી પણ ભારતીય વિદ્યાર્થીઓ ડરના ઓથાર નીચે જીવી રહ્યાં છે. હાલમાં કિર્ગિસ્તાનમાં 17 હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે. આ સાથે જ કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેકમાં ફસાયા છે. વિદ્યાર્થીઓ એક સપ્તાહથી બહાર નથી નીકળી શક્તા નથી. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની શિક્ષકો દ્વારા ઘરે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર ભારે ધસારો હોવાથી કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓ ગુજરાત અને કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી રહ્યાં છે. ગઈકાલે સુરતની રીયા લાઠીયાએ વીડિયો જાહેર કરીને ત્યાંથી સ્થિતિનો ચિતાર આપ્યો હતો. ત્યારે હવે રીયાની માતાએ દીકરીને પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. સુરતની રિયા લાઠીયા અનેક વિદ્યાર્થીઓ સાથે કિર્ગિસ્તાનમાં ફસાઈ છે. ત્યારે રિયાએ કિર્ગિસ્તાનની સ્થિતિ માતા તથા પરિવારજનોને જણાવી હતી. માતાને રીયાના માતા શર્મિષ્ઠાબેને ZEE 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે, રિયા MBBSના બીજા વર્ષમાં છે. હાલ ત્યાં ખુબ જ મુશ્કેલી છે. લાઈટ નથી, ખાવાનું મળતું નથી. બારી પર ગોળીબાર થાય છે. તેથઈ રિયાના માતાએ મોદી સરકારને વિનંતી કરી કે, તેમની દીકરીને પરત લાવવામાં આવે. રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં છે. તેઓ સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેમની દીકરીને પરત લાવવામાં આવે. પરિવારે કહ્યું કે, પ્રફૂલ પાનસેરિયા સાથે વાતચીત થઈ હતી. રિયાને ભારત પરત લાવવા મદદરૂપ બનશે. 


કિર્ગિસ્તાનમા ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ માંગી સરકાર પાસે મદદ, યુવતીએ જણાવી આપવીતી


 


કિર્ગિસ્તાનમાં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે


ફ્લેટનું બારણું પણ અમે ખોલી શક્તા નથી
મૂળ ભાવનગર પાલીતાણાના વતની અને હાલ સુરતમાં રહેતા પરિવારની દીકરી રીયા લાઠીયા હાલ કિર્ગિસ્તાનથી MBBS કરી રહી છે. રિયા સાથે ફ્લેટમાં અન્ય 4 સાઉથ ઇન્ડિયાની છોકરીઓ રહે છે. રીયા લાઠીયાએ ઝી 24 કલાલને જણાવ્યું કે, અહી વદ્યાર્થીઓ બહાર નીકળી શક્તા નથી. ડરનો માહોલ બન્યો છે એક અઠવાડિયાથી અમે બહાર નીકળ્યા નથી. ફ્લેટનું બારણું પણ અમે ખોલી શક્તા નથી. ઝગડો જે થયુ છે તે સ્થાનિક અને અરેબિયન વચ્ચે થયો છે. પરંતું તેમાં બાંગ્લાદેશ, ઈન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને વચ્ચે લાવવામાં આવ્યા છે. મારપીટ થઈ રહી છે, અહીં અનેક છોકરીઓના રેપ પણ થયા છે, કેટલાકને ઈજા પહોંચાડવામાં આવી છે. અમને જમવાનું પણ નથી મળી રહી, યુનિ અમને મદદ કરી રહી છે અને જમવાનું પહોંચાડી રહી છે.


અશોકમાંથી અબુ બકર બનેલા યુવકે ખોલ્યા રાઝ, હિન્દુઓ માટે મૌલવીના મનસૂબા જાણી હચમચી જશો