કિર્ગિસ્તાનમાં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે, અમે ગભરાયા છીએ, મદદ મોકલો

Kyrgyzstan Violence : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિકોની વિદેશીઓ સાથે અથડામણ... ઘટનામાં ભારતના 17 હજારથી વિદ્યાર્થીઓ ફસાયા... કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા
 

કિર્ગિસ્તાનમાં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે, અમે ગભરાયા છીએ, મદદ મોકલો

Kyrgyzstan Mob Attack :  કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોએ મારપીટની ઘટના હાલ ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, અહી રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવાયા છે. સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની જોરદાર પીટાઈ કરી હતી. જેના બાદથી કિર્ગિસ્તાનમાં અન્ય દેશોમાંથી આવીને ભણતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેક શહેરમાં ફસાયા છે. ત્યારે કિર્ગિસ્તાનમાં MBBS નો અભ્યાસ કરી રહેલા સુરતની રીયા લાઠીએ ત્યાંની પરિસ્થિતિનો ચિતાર વર્ણવ્યો હતો. તેણે કહ્યું કે, તે ખૂબ જ ભયના માહોલમાં જીવી રહી છે અને બને તેટલી વહેલી તકે ભારત આવવા માંગે છે.

સરકાર પાસેથી માંગી મદદ 
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ બાદ મામલો બિચક્યો છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલા થયા છે. હાલમાં કિર્ગિસ્તાનમાં 17 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં રહીને અભ્યાસ છે. ત્યારે કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેક શહેરમાં ફસાયા છે. છેલ્લા એક સપ્તાહથી બહાર નથી પણ શક્તા નથી. વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આપવામાં આવે ભોજન આવી રહ્યું છે. એરપોર્ટ પર ભારે ધસારો હોવાથી કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ગુજરાત અને કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી રહ્યાં છે.  

ફ્લેટનું બારણું પણ અમે ખોલી શક્તા નથી
મૂળ ભાવનગર પાલીતાણાના વતની અને હાલ સુરતમાં રહેતા પરિવારની દીકરી રીયા લાઠીયા હાલ કિર્ગિસ્તાનથી MBBS કરી રહી છે. રિયા સાથે ફ્લેટમાં અન્ય 4 સાઉથ ઇન્ડિયાની છોકરીઓ રહે છે. રીયા લાઠીયાએ ઝી 24 કલાકને જણાવ્યું કે, અહીંથી વદ્યાર્થીઓ બહાર નીકળી શક્તા નથી. ડરનો માહોલ બન્યો છે એક અઠવાડિયાથી અમે બહાર નીકળ્યા નથી. ફ્લેટનું બારણું પણ અમે ખોલી શક્તા નથી. ઝગડો એ સ્થાનિક અને અરેબિયન વચ્ચે થયો છે. પરંતું તેમાં બાંગ્લાદેશ, ઈન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને વચ્ચે લાવવામાં આવ્યા છે. મારપીટ થઈ રહી છે, અહીં અનેક છોકરીઓના રેપ પણ થયા છે, કેટલાકને ઈજા પહોંચાડવામાં આવી છે. અમને જમવાનું પણ નથી મળી રહી, યુનિ અમને મદદ કરી રહી છે અને જમવાનું પહોંચાડી રહી છે.

ઈન્ડિયન એમ્બેસીમાં કોઈ જવાબ આપી નથી રહ્યું 
તેણે વધુમાં કહ્યું કે, અમારી ફ્લાઈટ વારંવાર કેન્સલ થઈ રહી છે. એરપોર્ટ પર અમારી લગેજ બેગ ફેંકી રહ્યા છે. એરપોર્ટ પર પણ લોકોને મારી રહ્યાં છે.  અમે ઘરે પણ જઈ શક્તા નથી. મારા ગ્રુપમાં અહીં 50 જેટલા લોકો છે. અહી 1000 જેટલા ગુજરાતીઓ તો હશે જ. મારી પરિવાર સાથે વાત ઓછી થઈ રહી છે, કારણ કે નેટવર્ક વારંવાર જતું રહે છે. મદદ કોઈ મળી નથી રહી. સરકાર અમને કોઈ મદદ નથી કરી રહી. ઈન્ડિયન એમ્બેસીમાં પણ અમે ફોન કરીએ છીએ, પણ કોઈ રિસ્પોન્ડ નથી આવ્યો. 

હેલ્પલાઈન નંબર ફેક નીકળે છે 
મદદની આશા સાથે રીયાએ કહ્યું કે, અમને કોઈ ફ્લાઈટ મોકલાઈ નથી, તેલંગણાના સરકારે ફ્રીમાં ફ્લાઈટ મોકલી છે. તે અમારી વિનંતી છે કે ગુજરાત સરકાર પણ અમને મદદ કરે. અમને અહીં સર્વાઈવ કરવું મુશ્કેલ બન્યું છે. હાલ તો અમારા ઘરની નીચે પોલીસ બંદોબસ્ત છે, એટલે કોઈ પ્રોબ્લમ નથી આવ્યા. અમે દરવાજાની પાસે આડસ ગોઠવી દીધા છે, જેથી તે લોકો અંદર આવી ન શકે. અમારા ફ્લેટના માલિક સારા છે. પરંત કેટલાક વિસ્તારોમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાય છે. તેથી સરકારને વિનંતી છે કે, ફ્લાઈટ મોકલીને અમને મદદ મોકલો. અમને જે હેલ્પલાઈન નંબર અપાયા છે, તેમાં ફોન નથી લાગી રહ્યાં. કેટલાક નંબર ફેક છે, કોલ કરીએ તો લોકેશન ટ્રેસ કરીને અમારા ઘરે પહોંચી રહ્યાં છે. 

અમારા ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કરાયો 
ડરના માહોલ વિશે રીયાએ કહ્યું કે, નીચે ઘણા સ્થાનિક લોકો આવ્યા હતા અને આ છોકરીઓને બહાર નીકળવાનું કહેતા હતા. તેઓ કહેતા હતા કે, તમે બહાર આવો અમે તમારી મદદ કરવા માટે આવ્યા છીએ. સ્થાનિક યુવાનો દ્વારા અમારા ઘરનો દરવાજો પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અમે દરવાજા પાછળ ખૂરશીઓ રાખી દેતા 2 કલાક બહાર દરવાજો તોડવાનો પ્રયાસ કરતા આખરે દરવાજો ન તૂટ્યો તો તે લોકો ચાલ્યા ગયા હતા. આ ઘટના દરમિયાન, અમે પોલીસને ફોન કર્યો તો પોલીસ પણ કોઈ ખાસ જવાબ આપી રહી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news