Humanity : ક્યારેક લોહીના સંબંધો જે કરી શક્તા નથી, તે લાગણીના સંબંધો કરે છે. મોબાઈલમાં દુનિયામાં માનવતા હજી પણ જીવે છે. હંમેશા આપણે એવુ જોયુ છે નોકર માલિકની સેવા કરતા હોય છે. પરંતું સુરતમાં તેનાથી વિપરીત જોવા મળ્યુ હતું. સુરતમાં પથારીવશ કામવાળીની સેવા એક શેઠાણી કરી રહી છે. આજકાલ સંતાનો પણ માતાપિતાને પણ સાચવવા તૈયાર થતા નથી, ત્યારે એક શેઠાણી પોતાને ત્યાં 40 વર્ષથી ઘરકામ કરતા 90 વર્ષના કામવાળા દાદીની સેવા કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજીવન જે મહિલાએ પરિવારની સેવા કરી તેનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. સુરતના રાંદે વિસ્તારમાં રમેશભાઈ પટેલ અને તેમના પત્ની ગીતાબેન પટેલ રહે છે. ગીતાબેન નિવૃત્ત શિક્ષિકા છે. તેઓ સરકારી શાળામાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં 40 વર્ષથી રાજુબેન ગામીત નામના મહિલા ઘરકામ કરે છે. હવે રાજુબેનની ઉંમર 90 વર્ષની થઈ ગઈ છે. તેઓ સાવ પથારીવશ છે. ત્યારે ગીતાબેન અને તેમના પત્ની વૃદ્ધ માજી રાજુબેનની સેવા ચાકરી કરે છે. 


નવરાત્રિ બગાડશે વરસાદ : અંબાલાલ પટેલની આ આગાહી ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ


રાજુબેન ઘરકામ કરનારા હોવા છતાં પટેલ દંપતી પોતાના પરિવારની જેમ પથારીવશ રાજુબેનની સેવા કરે છે, કારણ કે આજીવન રાજુબેને આ પરિવારની સેવા કરી છે. હવે તેમનો વારો છે. ઘરના વડીલની જેમ રાજુબેનને સાચવવામાં આવે છે. 


પંરતું હવે પટેલ દંપતી મૂંઝવણમાં મૂકાયું છે. આ પટેલ દંપત્તિના ઘરે 90 વર્ષના રાજુબેન ખાલકભાઇ ગામીત છેલ્લાં 40 વર્ષથી ઘરકામ કરે છે. કામવાળા બા દક્ષિણ ગુજરાતના મુળ વતની છે પરંતુ ચોક્કસ વતનનુ સરનામુ કે બીજા કોઈ સગાનુ સરનામુ જાણતા નથી પંદરેક વર્ષ પહેલા સુધી આ 'બા' ના સગાભાઈ પુનાભાઈ ગામીત ખબર અંતર પુછવા આવતા જતા રહેતા હતા. પરંતુ પંદર વર્ષ પહેલા તેઓ ગુજરી જતા તેઓ પણ આવતા બંધ થઈ ગયા હતા. ત્યારે હવે રાજુબેનના સગા કોણ છે તે તેમને ખબર નથી. તેમજ રાજુબેનની ઓળખના પુરાવા પણ તેમની પાસે નથી. 


ઊંટગાડી ચલાવનાર માતા-પિતાનો દીકરો છે આજે ગુજરાતનો IPS, 6 વર્ષમાં 12 સરકારી નોકરીઓ છોડી


તેથી પટેલ દંપતીએ રાંદેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે. પોલીસ વિભાગે પણ આખો મામલો સમજીને મદદ કરવાની પૂરતી ખાતરી આપી છે. સાથે જ પટેલ દંપતીના આ કામને બિરદાવી હતી. પોલીસે રાજુબાના આધાર પુરાવારૂપ દાખલો કાઢી આપવા તત્ત્પરતા બતાવી હતી. જેથી ભવિષ્યમાં જરૂર પડે અથવા અડચણ આવે તો પટેલ દંપતી પાસે રાજુબાના કોઈ પુરાવા મળી રહે. 


રંગીન મિજાજી સ્વભાવને કારણે વહુએ લીધો સસરાનો ફાયદો, ઘરના પ્રાઈવેટ રૂમમા થતા રંગરેલિય