તેજશ મોદી/ સુરત: સુરત શહેરના ભટાર વિસ્તારમાં પિતા દ્વારા લેવાયેલી ઉછીની રકમને કારણે પાડોશી દ્વારા પુત્રની હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પિતા દ્વારા માત્ર 7 હજાર જેટલી ઉછીની લીધી હતી રૂપિયા ન ચૂકવાતા અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્ય સરકારના કર્ફ્યૂ બાદ 4 મહાનગરોના રસ્તા પર લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ


સુરત શહેરમાં નાના બાળકની હત્યાની ઘટના હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે. સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા પિતાએ પાડોશી પાસેથી ઉછીના રૂપિયા 7 હજાર લીધા હતા. આ રકમ પિતા દ્વારા પરત ન આપી શકાઇ હતી. આ રકમ ન મળતા પાડોશીએ બદલો લેવા માટે માસમૂ બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણ કરાયા બાદ બાળકને સાયણ તરફ લઇ જવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ તેની હત્યા કરી દેવાઇ હતી. હત્યા કરાયા બાદ તેની લાશને શેરડીના ખેતરમાં નાખી દેવામાં આવ્યી હતી. સાયણ વિસ્તારમાં લાશ દેખાતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પાડોશીની સાથે અ્ન્ય એક ઇસમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 


આ પણ વાંચો:- અમદાવાદ: સગાઇ તોડી નાખતા ડોક્ટર યુવતીએ કર્યું એવું કામ કે પોલીસની ઉંઘ થઇ હરામ


સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા કિશન સહાની પરિવાર સાથે રહે છે. પરિવાર સાથે રહેતા કિશન સહાનીના માતાનું લોકડાઉન દરમિયાન મોત થયું હતું. મોત થવાથી કિશને પાડોશી કરણ ઉફ્રે આદિત્ય પાસેથી ક્રિયાકર્મ કરવા માટે 7 હજાર જેટલા રૂપિયા ઉધાર લીધા હતા. જે રૂપિયાની ચુકવણી ન થવાને કારણે કરણ ઉર્ફે આદિત્ય વારંવાર કિશનને ધમકાવતો હતો. પરંતુ મના ખીજ રાખી રહેલો કરણ ઉર્ફે આદિત્ય છેલ્લા કેટલાય સમયથી મનમાં વેર રાખી રહ્યો હતો. અને છેલ્લે તેણે અંગત અદાવતને કારણે આકાશનું અપહરણ કર્યું.


આ પણ વાંચો:- સરકારના 1500 બેડ ખાલી હોવાના દાવા વચ્ચે દર્દીઓને 68 કિલોમીટર દુર કરમસદ મોકલાય છે


અપહરણ કર્યાના બે ક્લાકમાંજ તેણે આકાશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે અપહરણની ઘટના સામે આવતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કિશન સહાનીને ત્યાં પહોંચ્યા હતા. અને સાથે સાથે આકાશની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે સર્વેલન્સ શરૂ કર્યું હતું. જેમાં પાડોશી કરણ ઉર્ફે આદિત્ય આકાશને સાયણ તરફ લઇ જતો દેખાઇ આવતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી. જો કે આકાશનો મૃતદેહ મળી આવતા પોલીસે બને આરોપીઓની ધરપકડ કરી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube