Ganesh Utsav પ્રશાંત ઢીવરે/સુરત : કોઈ પણ પંડાલમાં ગણપતિ બાપ્પાના દર્શન કરતા પહેલા થઈ જશો સાવધાન, નહીં તો તમારો મોબાઇલ ગણતરીની મિનિટોમાં ગાયબ થઈ જશે. સુરતના મહિધરપુરા પોલીસે ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવતા લોકોને ટાર્ગેટ કરી મોબાઈલની ચોરી કરનાર બે ઈસમોને પકડી પડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીના 7 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં ગણેશ ચતુર્થીના પરવાની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે ચોર ઈસમો પણ સક્રિય બન્યા છે. ગણપતિ બાપાના આગમનની શોભા યાત્રામાં ભીડનો લાભ લઈ મોબાઇલ ચોરી કરતા બે આરોપીઓની મહીધરપુરા પોલીસે ધરપકડ કરી છે. ગણેશ ચતુર્થીના પર્વને લઈને સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ગણપતિ બાપ્પાના આગમનને લઈને ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચોર ઈસમો ગણપતિ બાપાની શોભા યાત્રામાં સામેલ થઈ જતા હતા અને દરમિયાન લોકોની નજર ચૂકવી તેમના ખિસ્સામાં રહેલ મોબાઈલ પડાવી લેતા હતા.


આધાર કાર્ડ પર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, દસ્તાવેજ નોંધણીમાં થયા મોટા ફેરફાર


આ વિશે શહેર ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે, મધરપુરા પોલીસે બાતમીના આધારે મોબાઈલ ફોન ચોરી કરતી સક્રિય ગેંગના બે સાગરિકોની ધરપકડ કરી છે. આરોપી નદીમ સિકંદર શેખ, જાફર અબ્દુલ રજાક શેખ આ બંને આરોપીઓ ગણપતિ બાપ્પાની શોભા યાત્રામાં સામેલ થઈ જતા હતા અને ભીડનો લાભ લઈ લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોન પડાવવી ફરાર થઈ જતા હતા. પોલીસે ચોરીના 7 મોબાઈલ સાથે આ બંને આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


હાલમાં ગણપતિ બાપ્પાના આગમન બાદ શહેરના અનેક બાપાના પંડાલોમાં ભવ્ય આરતીની સાથે સામાજિક, સાંસ્કૃતિક આયોજન રાખવામાં આવી રહ્યું છે ત્યારે લોકોએ આવા મોબાઈલ ચોરી કરતી ટોળકી સાવચેત રહેવું જરૂરી છે.


ફિટનેસ ટ્રેનરને વરસાદમાં પલળતા રોડ પર રીલ્સ બનાવવી ભારે પડી, જાહેરમાં માફી માંગી