Surat Police માસ્કનો દંડ વસૂલવામાં મોખરે, વસૂલ્યા 15 કરોડ 23 લાખ 29000 હજાર રૂપિયા
છેલ્લા સાત મહિનાના આંકડા પર નજર કરીએ તો કરોડો રૂપિયાની વસૂલાત જ દંડ તરીકે કરવામાં આવી છે. સાત મહિનામાં સુરત પોલીસે (Surat Police) લોકો પાસે દંડના નામે 15,23,29000 કરોડ રૂપિયા વસૂલ્યા છે.
ચેતન પટેલ, સુરત : કોરોના કાળ (Coronavirus) માં માસ્ક (Mask) નહિ પહેરનારા લોકો સામે દંડ વસૂલવામાં સુરત પોલીસ (Surat Police) મોખરે છે એ વાત નકારી શકાય નહીં. છેલ્લા સાત મહિનાના આંકડા પર નજર કરીએ તો કરોડો રૂપિયાની વસૂલાત જ દંડ તરીકે કરવામાં આવી છે. સાત મહિનામાં સુરત પોલીસે (Surat Police) લોકો પાસે દંડના નામે 15,23,29000 કરોડ રૂપિયા વસૂલ્યા છે.
Surendranagar: પોલીસની જીપને નડ્યો અકસ્માત, 7 લોકોને પહોંચી ઇજા
15 કરોડથી પણ વધુ રૂપિયા વસૂલ્યા
કોરોનાકાળ (Coronavirus) દરમિયાન સુરત પોલીસ (Surat Police) ની કડક કાર્યવાહી જોવા મળે છે. કોરોનામાં છેલ્લા સાત મહિનામાં માસ્ક (Mask) નહીં પહેરનારા અનેક લોકો દંડાતા સુરત પોલીસે (Surat Police) 15 કરોડથી પણ વધુ રૂપિયા વસૂલ્યા છે. 1,53,329 લોકોને માસ્ક (Mask) વગર ઝડપી પાડી 15 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.
સાત મહિના દરમિયાન કેટલા લોકો પાસેથી કેટલા રૂપિયાની દંડ વસૂલી થઈ
માસ | માસ્ક વગર દંડિત થયેલા લોકો | દંડની રકમ |
ડિસેમ્બર 2020 | 30,248 | 30,24,8000 |
જાન્યુઆરી 2021 | 22,002 | 22,00,2000 |
ફેબ્રુઆરી 2021 | 4,824 | 48,24000 |
માર્ચ 2021 | 13,035 | 13,03,5000 |
એપ્રિલ 2021 | 42,029 | 42,02,9000 |
મે 2021 | 24,662 | 24,66,2000 |
જૂન 2021 | 16,529 | 16,52,9000 |
કુલ | 1,53,329 | 15,23,29000 |
સુરતીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ જશે
કોરોનાની ત્રીજી વેવ (Third Wave) વધુ ઘાતક બનવાની સંભાવના છે, ત્યારે લોકો જાતે શિસ્તાનું પાલન કરે અને દંડ તથા નોંધાયેલા ગુનાઓની આંકડાકીય માહિતી અંગે જાગૃત થાય એ ખૂબ જરૂરી છે. સુરત પોલીસે (Surat Police) સૌથી વધુ દંડ એપ્રિલ મહિનામાં વસૂલ્યા છે.
12 Science ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પ્રવેશ માટે આવી હશે ગુણ પદ્ધતિ
હાલ સુરતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે, પરંતુ ત્રીજી વેવની સંભાવનાઓને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા સાત મહિનામાં જે લોકોએ માસ્ક (Mask) નહિ પહેર્યા અને સુરતના રોડ પર જોવા મળ્યા તેમની પાસે કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા છે. સાત મહિના દરમિયાન જે દંડ વસૂલવામાં આવ્યા છે, તેનો આંકડો જોઈ સુરતીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube