પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ડિંડોલી પોલીસ મથકમાં સ્કૂલ યુનિફોર્મમાં દફતર સાથે 15 વર્ષીય સગીરા પહોંચી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરને મળીને કહ્યું હતું કે પોતે ધોરણ નવમાં અભ્યાસ કરે છે અને શાળાથી છૂટીને ઘર જવામાં ડર લાગે છે. કારણ કે મારા પિતા જ મારી સાથે બદકામ કરવા માટે અધીરા બન્યા છે. પિતાની કરતુત પોલીસને જણાવી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. પિતાએ પોતાની સગી દીકરીની રાત્રિના સમયે બે વાર છેડતી પણ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OMG! મેડલ ટેલીમાં આ શું 'ખેલા' થયો? ભારતના 5 મેડલ પર ભારે પડ્યો પાકિસ્તાનનો એક મેડલ


સૂરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક સગીરા સ્કુલ યુનિફોર્મમાં સ્કૂલબેગ સાથે ડીંડોલી પોલીસ મથકે પહોચી હતી. સગીરાએ પોલીસને એવી હકીકત જણાવી હતી કે તેના પિતા રાત્રીના સમયે તેની પાસે આવે છે. અને પોતાની સાથે સુવા માટે દબાણ કરતા હતા એને છેડતી કરતા હતા. જો વિરોધ કરે તો ગુસ્સે થતા અને પોલીસ કેસ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. સગીરાની માતા ત્રણ વર્ષથી પિતા સાથે ઝઘડીને વતન ઉત્તર પ્રદેશ જતી રહી છે. તે પિતા, મોટા ભાઇ અને કાકા સાથે ડિંડોલી વિસ્તારમાં રહે છે. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકીએ ગંભીરતાથી લીધી હતી. યુવતીના કાકાને બોલાવ્યા હતા અને મોટા ભાઈની હરકતને લઈ માહિતગાર કરતાં તેમણે મોટા ભાઈ વિરુદ્ધ છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધાવતાં પોલીસે 36 વર્ષીય પિતાની ધરપકડ કરી હતી. 


સોનાના રેટમાં ભારે ઉથલપાથલ! શું કરવું હવે...લેવું કે નહીં? ખાસ જાણો લેટેસ્ટ રેટ


એસીપી વીરભદ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, ડીંડોલી વિસ્તાર માટે એક ફરિયાદી આવી છે અને ફરિયાદ આપી છે કે, તેમની સગી ભત્રીજી પર સગા પિતાએ શારીરિક અડપલા કરેલા છે. જે સંદર્ભે પોલીસે તાત્કાલિક તેમની ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ બાળા સાથે ઘટના બની ત્યારે તે હિંમત કરીને પોલીસ સ્ટેશન આવી હતી. તેની ફરિયાદ ના આધારે તેના પિતાની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ફરિયાદીની માતા હાલ વતન ગઈ છે તેનો ગેરલાભ લઈ પિતાએ આ કૃત્ય કર્યો છે. 


અદાણીને મોટો ઝટકો! દેશના અમીરોના લિસ્ટમાંથી થયા ગાયબ, ટોપ-10 માં પણ નામ નથી! આ પરિવા


સાથે તેઓએ જણાવ્યું હતું કે, પીડિતા સાથે અઠવાડિયા પહેલા પણ આકૃત્ય થયું હતું. ફરીવાર આ ઘટના બનતા એક મહિલાને આ અંગે વાત કરી હતી. મહિલાએ તેમને હિંમત આપતા તે સ્કૂલ યુનિફોર્મમાં પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશન આવીને પોતાની આપ વીતી જણાવતા પોલીસે તેની ગંભીરતા સમજી તાત્કાલિક ફરિયાદ દાખલ કરી પિતાની ધરપકડ કરી હતી. હાલ તો સમગ્ર મામલે ડીંડોલી પોલીસે આરોપી પિતા વિરુદ્ધ છેડતી, પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી કારવાહી હાથ ધરી છે.


પહેલા ભાવ વધાર્યા, હવે મુકેશ અંબાણી લાવ્યા 4 પૈસા વસૂલ પ્લાન, વિગતો જાણો