Crime News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેર પાંડેસરા પોલીસે 2017માં ભેસ્તાન વિસ્તારમાં અત્યંત ક્રૂરતાપૂર્વક તરૂણની હત્યા કરી લાશના ટુક્ડા કરનાર આરોપી દંપતીની ધરપકડ કરી છે. આરોપીએ તરુણની હત્યા કર્યા બાદ તેના ટુકડા કરી બાદ અલગ-અલગ વિસ્તારમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનામાં હત્યાના માસ્ટર માઇન્ડ દંપતીને સાત વર્ષ બાદ હૈદરાબાદથી ઝડપી પાડ્યા છે. આ માટે મહિલા પીએસઆઇ અને ટીમે મુસ્લિમનો પહેરવેશ ધારણ કરી હૈદરાબાદમાંથી કપલને દબોચી લીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના ભેસ્તાન ખાતે આવેલ વિનાયક રેસીડન્સીની સામે ખુલ્લા મેદાનમાંથી જાન્યુઆરી ૨૦૧૭માં મૂળ બિહારનો વતની સુરત શહેરના ઉન ભીંડી બજારમાં રહેતો 18 વર્ષીય મો.ફકરૂદ્દીન મો.નઇમ શેખની અત્યંત ક્રૂરતાપૂર્વક કાપીને ફેંકી દેવાયેલું માથું મળ્યું હતું. જ્યારે બે દિવસ બાદ હાથ- પગ વગરનું ધડ ભેસ્તાન નજીક સોનારી ગામ નજીક ખાડી કિનારે ઝાડીમાંથી મળ્યું હતુ. આ ઘટનામાં જે-તે વખતે પોલીસે બે તરૂણ આરોપીઓને ઝડપી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં એવી ચોંકાવનારી હક્કીત બહાર આવી હતી કે, મૂળ બિહારના મોતીહારીનો વતની આરોપી અકબરઅલી મો.સફાયત શેખ તેના વતન અને તેની આજુબાજુના ગામના ગરીબ બાળકોને રોજગારી અપાવવાના બહાને સુરત લઇ આવતો હતો.


ગુજરાતનો પ્રથમ ‘હરતોફરતો ક્લાસ’ બનાવનાર કચ્છી શિક્ષકનું રાષ્ટ્રપતિ કરશે સન્માન


ત્યાર બાદ સુરતના સચિન જીઆઇડીસી ઉન ભીંડી બજારના નાસીમા નગરમાં સાડી વર્કનું કામ કરાવતો હતો. જેના બદલામાં પગાર આપતો ન હતો અને માત્ર જમવાનું જ આપતો હતો. જેથી ફકરૂદ્દીન તેની સાથેના બે મિત્ર ઇસરાફી તથા ઇસરાઇલ સાથે નોકરી છોડીને વતન જઇ રહ્યા હતા. જેની જાણ અકબરઅલીને થતા તેની 29 વર્ષીય પત્ની અફસાના બેગમ અકબરઅલી શેખ સાથે જઇને રસ્તામાંથી પકડીને પરત લઇ આવ્યો હતો.


ત્યાર બાદ કામમાં ભુલ કાઢી અકાલી રોજ બાળકોને વારંવાર માર મારતો હતો. જેમાં એક દિવસ લોખંડના સળિયાથી બેરહમી પૂર્વક માર મારતા ફકરૂદ્દીનનું મોત થયું હતું. જેથી તેના મૃતદેહનો નિકાલ કરવા તે ચાર મોટા ચપ્પુ લઈ આવ્યો હતો. તેની પત્ની અને બે તરૂણ સાથે મળી લાશના ટુક્ડા કરી માથુ અને હાથ- પગ વિનાનું ધડ અલગ-અલગ ઠેકાણે ફેંકી દીધું હતું. આ ઘટના બાદથી દંપતી ફરાર થઈ ગયુ હતું. જેથી પોલીસે અકબરઅલી અને અફસાનાની શોધખોળ હાથ ધરી હતી.


સ્ત્રીઓના દર્શનની લાઈનમાં સ્ત્રીઓ જ હોવી જોઈએ, ડાકોર VIP દર્શનનો વધુ એક વિરોધ


આ બાદ સુરત પોલીસે બંનેના વતન ખાતે તપાસ કરી હતી. પરંતુ પત્તો મળ્યો ન હતો. છેવટે પોલીસે સંબંધીઓના મોબાઇલ નંબરના સર્વેલન્સના આધારે બંનેનું લોકેશન શોધી કાઢ્યુ હતું. જે હૈદરાબાદમાં નીકળ્યું હતું. પત્તો મળતા જ પીએસઆઇ જયશ્રી દેસાઇ, હે.કો.દિગ્વિજયસિંહ અજીતસિંહ, હરિસિંહ તથા પો.કો.સિધ્ધરાજસિંહની ટીમે મુસ્લિમનો પહેરવેશ ધારણ કરી પાંચ દિવસની જહેમત બાદ હૈદરાબાદના સુલેમાન નગરમાંથી આરોપી દંપતીને ઝડપી પાડ્યું હતું.


હાલ તો પોલીસે અત્યંત ક્રૂરતાપૂર્વક તરૂણની હત્યા કરનાર દંપતીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે. 


ગુજરાતીઓને વતન નહિ વિદેશ ગમે છે, જુલાઈ મહિનામાં આટલા લાખ લોકો વિદેશ ગયા