ગુજરાતનો પ્રથમ ‘હરતોફરતો ક્લાસ’ બનાવનાર કચ્છી શિક્ષકનું રાષ્ટ્રપતિ કરશે સન્માન

Kutch News : કચ્છના માંડવીના બાગના પ્રાથમિક શાળાના શિક્ષક દીપક મોતાનું થશે સન્માન..દીપક મોતાએ કોરોના કાળમાં કોરોનામાં કાર પર LED લગાવી ભણાવ્યા હતા બાળકોને..શિક્ષક દિને રાષ્ટ્રપતિ કરશે બહુમાન..
 

ગુજરાતનો પ્રથમ ‘હરતોફરતો ક્લાસ’ બનાવનાર કચ્છી શિક્ષકનું રાષ્ટ્રપતિ કરશે સન્માન

Best Teacher રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કોરોના કાળમાં કચ્છના છેવાડાના વિસ્તાર સુધી શિક્ષણની જ્યોત પ્રગટાવી રાખનાર ગુજરાતી શિક્ષકને હવે તેનું ફળ મલ્યું છે. કચ્છના માંડવી નાં બાગના પ્રાથમિક શિક્ષક દીપક મોતાનું કૌશલ્ય રાષ્ટ્રીય સ્તરે ઝળકી ઉઠ્યું છે. બેંકના ATM જેમ ATE થી બાળકોને ભણતા કરનાર આ શિક્ષકને રાષ્ટ્રીય એવોર્ડ અપાશે. તેઓને શિક્ષક દિને રાષ્ટ્રપતિનાં હસ્તે બહુમાન અપાશે. તેઓએ કોરોનામાં કાળમાં કારમાં LED લગાડી છાત્રોને તેમના ઘરે જઈ ભણાવ્યા હતા. વાડી વિસ્તારમાં જ્યા વેહિકલનાં જાય ત્યાં ઈ-સાઇકલ વડે શિક્ષણ આપ્યું. ત્યારે મસ્કા ગામના શિક્ષક દીપક મોતાને રાષ્ટ્રીય એવોર્ડની જાહેર થતાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો છે. 

ચાણક્ય એ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા... એ આજના યુગમાં ગામડાના શિક્ષક દિપક મોતાએ સાબિત કર્યું છે. શિક્ષક પોતાની પ્રામાણિકતાથી અભ્યાસ કરાવે તો એ ધારે એવો સમાજ નિર્માણ કરી શકે છે. આવા દીપક મોતાએ કોરોનાકાળ વખતે જે કામગીરી કરી અને વિદ્યાર્થીઓના ભાવિની ચિંતા સેવી અને અભ્યાસ ના બગડે તેના માટે શિક્ષણ રથ અને ઘરે-ઘરે ફરીને શિક્ષણ પહોચાડ્યું અને આજ યુગ અનુરૂપ નવું પરિમાણ ઉમેર્યું અને ‘એની ટાઈમ એજ્યુકેશન’ માટે કિયોસ્કનું સર્જન કર્યું હતું. તેવા શિક્ષકની નોંધ હવે રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા પણ તેમનુ સન્માન કરાયુ હતુ. તેમજ દિપકભાઇ મોતા દ્વારા પાંચ મહિનાની મહેનત બાદ વિદ્યાર્થીઓ ગમે તે સ્થળે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSK ને છાત્રાર્પણ કરવામાં આવ્યું હતું. 

માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દિપક મોતા કે જેઓ હંમેશા વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને કંઈક ને કંઈક નવતર પ્રયોગ કરતા રહે છે. જેથી કરીને વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગે અને કોઈ પણ સંજોગોમાં તેમનું શિક્ષણ ના બગડે. આ વર્ષે જાન્યુઆરી 2022માં જ્યારે કોરોનાની લહેરના કારણે શાળાઓ બંધ થઈ અને શિક્ષણ ફરીથી બંધ થયું ત્યારે શાળાના શિક્ષક દિપકભાઇ ATM માંથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે તેમને વિચાર આવ્યો. તેમણે વિચાર્યુ કે, જેવી રીતે કાર્ડ મારફતે રૂપિયા ઉપાડી શકાય છે તે જ રીતે જો શિક્ષણમાં એવું કંઈ સંશોધન કરી શકાય તો અગાઉ જે રીતે કોરોનાના કારણે લોકડાઉન થયું તે ફરીથી થશે અને વિદ્યાર્થીઓનો શિક્ષણ બગડશે માટે કંઇક ઉપાય કરવો અનિવાર્ય છે. 

આ Educational KIOSK માં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટેનું ગુજરાતી માધ્યમના શિક્ષણનું કન્ટેન્ટ ધરાવે છે. વેકેશનમાં અને ચાલુ શાળાએ બાળકો સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યું છે. 

દિપક મોતાએ Zee 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ KIOSK ATM ની રીતે ઉપયોગમાં લેવાશે અને એનું નામ ATE રાખવામાં આવ્યું છે એટલે કે Any Time Education. વેકેશન દરમિયાન આ KIOSK બજારમાં રાખવામાં આવશે. જેથી બાળકો વેકેશનમાં તેમના અનુકૂળ સમયે આ KIOSK નો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી શકે. વેકેશન બાદ શાળામાં આ KIOSK મૂકવામાં આવશે, જેથી બાળકો શાળામાં પણ બાળકો તેનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી શકે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દિપકભાઈ મોતા દ્વારા જ શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને હરતી- ફરતી ડિજિટલ શાળા બનાવી હતી અને ત્યાર બાદ કોરોના કાળમાં જ્યાં ગાડીના પહોંચી શકે ત્યાં જવા માટે ઇબાયસિકલ બનાવીને સ્પીકર અને લેપટોપના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘેર બેઠા શિક્ષણ આપવામાં આવ્યું હતું

શિક્ષકે પૂરી કર્તવ્યનિષ્ઠાથી બાળકોને શિક્ષણ આપવું જોઈએ
દિપકભાઈ મોતાનું માનવું છે કે, સરકાર તરફ્થી શિક્ષક તરીકે તેમને પૂરતી સવલતો અને પગાર મળે છે, તો તેમને પણ બાળકોના શિક્ષણને લઈને પૂરી કર્તવ્યનિષ્ઠાથી બાળકોને શિક્ષણ આપવું જોઈએ અને નવા નવા સંશોધનો અને પ્રયોગો કરીને બાળકોને ભણવવો જોઈએ. જેથી કરીને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. તો ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈએ જણાવ્યુ કે, તેમણે ગામનુ જ નહિ, ગુજરાત ગૌરવ એવા શિક્ષક દિપક મોતાએ કચ્છનું નામ રોશન કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news