ઝી બ્યુરો/સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં એક થાઈલેન્ડની મહિલા અને યુવક કઢંગી હાલતમાં ઝડપાયા હતા. 6 થાઈલેન્ડની મહિલા પાસે દેહવેપાર કરાવવામાં આવતો હતો. જેને પોલીસે મુક્ત કરાવી હતી. જ્યારે સ્પાના એક સંચાલક અને સ્પાનું સંચાલન કરનારની ધરપકડ કરી હતી. આ સાથે ત્રણ ગ્રાહકો પણ ઝડપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Virus: ગુજરાતમાં કાતિલ કોરોનાએ સ્પીડ પકડી! છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ..કેસ


સરથાણા વિસ્તારમાં આવેલા રાજ ઈમ્પેરીયા કોમ્પલેક્ષમાં ચાલતા બ્લેક પલ થા સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. એક હોલમાં પાટેશન પાડીને પાંચ રૂમ બનાવવામાં આવ્યા હતા. ત્રણ રૂમમાં તપાસ કરતા ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે ચોથા રૂમમાંથી ત્રણ મહિલાઓ મળી આવી હતી. તમામ મહિલાઓ થાઈલેન્ડની હોવાનું જણાવ્યું હતું.


ગુજરાતનો ફરી દેશમાં વાગ્યો ડંકો! સૌર-પવન ઊર્જા ક્ષમતામાં ઝળક્યું, આ રહ્યું લિસ્ટ


બ્લેક પલ થા સ્પા હરેશ બારૈયા અને સંતોષ મોરે ભાગીદારીમાં ચલાવતા હતા. સંતોષ મોરેની ધરપકડ કરવામાં આવી હતી. સ્પામાં તપાસ કરતા 27 નંગ કોન્ડોમ મળી આવ્યા હતા. આ સાથે જ રોકડ, આઈફોન મોબાઈલ મળી કુલ 1.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્પાના માલિક હરેશ બારૈયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


સુરતમાં 3 વર્ષની બાળકી વિદેશીઓની જેમ બોલે છે કળકળાટ અંગ્રેજી, પુનર્જન્મ થયો કે પછી..


થાઈલેન્ડની મહિલાઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સંતોષ મોરેની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ ફેંગારી મીસ થાઈલેન્ડની યુવતીઓની સપ્લાય કરતી હતી. હરેશ, સંતોષ અને સ્પાનું સંચાલન કરનાર કૃણાલ સ્પાના ગ્રાહકો ઓનલાઈન મેળવતા હતા. થઈલેન્ડની મહિલાઓ પાસે દેહવેપાર કરાવી ગ્રાહક પાસેથી 2500 રૂપિયા લેતા હતા. જેમાંથી 1000 રૂપિયા થાઈલેન્ડની મહિલાઓને આપવામાં આવતા હતા. 


PM મોદીના વધુ એક સ્વપ્નને મળી ઉડાન, અ'વાદમાં દેશની પ્રથમ સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબ શરૂ