પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં યુવતીને મિત્રતા રાખવા માટે દબાણ કરનાર વિધર્મી યુવકની અઠવા પોલીસે ધરપકડ કરી છે. યુવતી અને વિધર્મી યુવક નાનપુરા ખાતે નોકરી કરતા હતા. તે દરમિયાન બંનેની મિત્રતા થઈ હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીએ સંબંધ તોડી નાખતા વિધર્મી યુવકે યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી અને સંબંધ રાખવા દબાણ કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો વડોદરામાં ઘટી હોત 'સુરત તક્ષશિલા અગ્નિકાંડ' જેવી ઘટના! 20થી વધુ બાળ દર્દીઓનો બચાવ


સુરત શહેરના નાનપુરા ખાતે રહેતી અને ચૌટા બજારમાં જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતી 22 વર્ષીય યુવતીએ અમરોલી કોસાડ આવાસમાં રહેતો ઇબ્રાહીમ શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇબ્રાહીમ યુવતીની બાજુમાં જ આવેલ ચપ્પલની દુકાનમાં નોકરી કરતો હતો. યુવતી અને વિધર્મી યુવક વચ્ચે મિત્રતા થઈ હતી અને બાદમાં પ્રેમ સંબંધ બંધાયો હતો. તે દરમિયાન ઈબ્રાહીમ આવરનવાર યુવતી સાથે ઝઘડો કરતો હોવાથી યુવતીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.


આ આઈસ્ક્રીમ લોકોની બની પહેલી પસંદ, પણ ભાવ સાંભળીને ચઢી જશે ઠંડી! જાણો શું છે ખાસિયત


વિધર્મી યુવક યુવતીને બળજબરી સંબંધ રાખવા સતત દબાણ કરતો હતો. વિધર્મી યુવક સંબંધ રાખવા દબાણ કરવા માટે યુવતીની દુકાને પહોંચી ગયો હતો. મારો ફોન કેમ નહીં ઉપાડતી એમ કહીને યુવતીને ખરાબ ગાળો આપી હતી. યુવતી ગભરાઈને ઘરે જતી રહી હતી. 


આનંદો! શાળામાં આચાર્યોની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય, આટલી જગ્યાઓ પર હાથ ધરાશે ભરતી


એટલું જ નહીં વિધર્મી યુવક યુવતીના ઘરે પણ પહોંચી ગયો હતો. હું તને જીવવા નહીં દઈશ, મારી નાખીશ એમ કહીને યુવતીને ધમકી આપી હતી. વિધર્મીથી હેરાન પરેશાન થયેલી યુવતીએ આખરે અઠવા પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે અઠવા  પોલીસે વિધર્મી યુવક વિરોધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. 


12મેના રોજ PM મોદી ગુજરાતમાં; જાણો એક દિવસીય પ્રવાસનો સંપૂર્ણ A To Z કાર્યક્રમ