ચોરીની કાર ફરિયાદીને પરત આપવા PSIએ માગી લાંચ, રંગેહાથ ઝડપાયો
જેનું કામ ગુનાખોરીને ડામવાનું છે અને ફરિયાદીની ફરિયાદ પર તપાસ કરવાનું છે ત્યારે ફરિયાદી પાસેથી જ લાંચ માગતા સુરતના એક પીએસઆઈને રૂ.20 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા છે
ચેતન પટેલ/ સુરતઃ જેનું કામ ગુનાખોરીને ડામવાનું છે અને ફરિયાદીની ફરિયાદ પર તપાસ કરવાનું છે ત્યારે ફરિયાદી પાસેથી જ લાંચ માગતા સુરતના એક પીએસઆઈને રૂ.20 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા છે.
થોડા દિવસ અગાઉ એક યુવાન વતન જવા માટે તેના મિત્રની કાર લઇને આવ્યો હતો. જોકે મોડી રાતે આ કારની કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી. જે અંગે ફરિયાદીએ પુણા પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન કાર કામરેજથી લાવારીસ હાલતમાં મળી આવી હતી.
પોરંબદર ડ્રગ્સ કેસઃ દેશના યુવાધનને ડ્રગ્સને રવાડે ચડાવાનું પાકિસ્તાનનું નાપાક કૌભાંડ
પોલીસે શોધી કાઢેલી આ કારના બદલામા પુણા પોલીસમથકના પીએસઆઇ ઋુત્વિક વાળા દ્વારા ફરિયાદી પાસે રૂ. 20 હજારની માગ કરાઈ હતી. જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે એસીબી દ્વારા ગુરૂવારે પુણા પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ACBએ રૂ.20 હજારની લાંચ લેતા પીએસઆઇ તથા તેમના રીક્ષા ચાલકને રંગે હાથે ઝડપી લીધા હતા. એસીબીની ટીમે બંને વિરુધ્ધ ગુનો નોંધી તેઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.