Surat News ચેતન પટેલ/સુરત : જીત ઉસી કો મિલતી હૈ, જીસકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ... આ પંક્તિને સુરતની દીકરીએ સાર્થક કરી બતાવી છે. સામાન્ય પરિવારની દિપાલી દાળિયાએ અનેક પડકારો-વિષમ પરિસ્થિતિનો સામનો કરી માત્ર ૨૨ વર્ષની ઉંમરે યુએસએના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાઈલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નારીશક્તિ, મહિલા સશક્તીકરણની ચોમેર વાતો થઈ રહી છે. મહિલાઓને પુરુષ સમોવડી ગણી સમાજમાં સમાન દરજ્જો આપવાની ગુલબાંગો પોકારાઈ રહી છે. જોકે, વાસ્તવિક સ્થિત કંઇક ઓર છે. હજુ પણ ઠેકઠેકાણે મહિલાઓનું શોષણ થવા સાથે ઓરમાયું વર્તન પણ કરાઈ રહ્યું છે. આ કડવી વાસ્તવિકતા વચ્ચે મૂળ સુરતી યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી નામના મેળવી છે. 


દીકરીઓ લવ જેહાદથી બચાવવા પાટીદારોએ કમર કસી : ભોગ બનેલી કેરળની 5 મહિલાઓ આજે અમદાવાદમા


તળ સુરતના બેગમપુરાના મુંબઇવડના વતની સંજય દાળિયાની ૨૨ વર્ષીય દીકરી દિપાલીએ યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ પ્રોફેશનલ પાઈ લટ બનવાનું લાઈસન્સ મેળવ્યું છે. દિપાલીએ ધો. ૧૦ સુધીનો અભ્યાસ અઠવાગેટની વનિતાવિશ્રામ સ્કૂલમાં કર્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૧૭માં માતા-પિતા અને ભાઈ સાથે તે યુએસએ શિફ્ટ થઈ હતી. માતા-પિતા અને ભાઈ ન્યૂ જર્સીમાં રહેતા હતા તો દિપાલી પાઈલટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઇ હતી. 


મોટી દીકરીના લગ્નની આગલી રાતે પિતાએ કરી નાના જમાઈની હત્યા, સાળાએ પણ આપ્યો સાથ


આખરે અનેક મહેણાં-ટોણા તથા પડકારોનો સામનો કરી દિપાલી પાઇલટ બનવાનું સાકાર કર્યુ છે. પ્રોફેશનલ પાઇલટ બન્યા પછી પહેલી વખત વતન સુરત આવેલી દિપાલીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. પરિવારના સભ્યો જ નહિ સમાજમાં પણ હરખ છવાયો હતો. રાણા સમાજની સૌથી પહેલી પાઇલટ હોય સમાજના આગેવાનો દ્વારા પણ દિપાલીનું સન્માન કરી હજુ વધુ ઊંચી ઉડાન ભરે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી. 


અમેરિકાએ પૂરુ કર્યુ ભારતીયોનું મોટું સપનું, પહેલા ક્યારેય ન આપ્યા એટલા વિઝા આપ્યા