સુરત : શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મધ્યમ વરસાદના પગલે ખાડી પુરના અસરગ્રસ્તોને થોડી રાહત થઇ છે. જો કે પાણી ઓર્યા હોય તેવું લાગી નથી રહ્યું. વરસાદ ઓછો થશે તો પાણી ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. કતારગામમાં ફાયર વિભાગે રેસક્યું કરી અનેકને ખાડી પુરના પાણીમાંથી બહાર કાઢીને સુરક્ષીત જગ્યાએ ખસેડાયા છે. કતારગામ, પરવત પાટીયા, વરાછા વિસ્તારમાં ખાડીના પુરના પાણીમાંથી વૃદ્ધો, નવજાત બાળકો સહિત 55 લોકોને રેસક્યું કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 5 દિવસ દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરત શહેર સહિત જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા બે દિવસથી સુરત શહેરની ખાડીઓ ઓવરફ્લો થતા લિંબાયત, પરવત પાટીયા, કતારગામ, વરાછાનો વિસ્તાર ખાડી પુરનો લઇને અસરગ્રસ્ત થયો છે. છેલ્લા બે દિવસથી ખાડીમાં આવેલા પુરના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આજે ત્રીજા દિવસે પણ પાણી યથાવત્ત છે. દરમિયાન ફાયર વિભાગ દ્વારા વધારે 55 લોકોનું રેસક્યુ કરી સુરક્ષીત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 400થી વધારે લોકોને રેસક્યું કરવામાં આવ્યું છે. 


‘મગજ હટે તો બધાના બાપ છીએ, અમારી લાજપોરની દોસ્તી પર નજર ન બગડતાં’

સુરત શહેર સહિત જિલ્લામાં 24 કલાકમાં 1થી 3 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત શહેરમાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં વરસાદ થોડો ઘટતા ખાડી પુરના પાણી થોડા ઓસરવાની શક્યતા છે. જો હવે નદીમાં પાણી ઓસરે તો જ સુરત માટે રાહત થાય તેમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર