સુરતમાંથી ઝડપાયો ગાંજાનો સૌથી મોટો જથ્થો; SOG ટીમે આ રીતે પાર પાડ્યું ઓપરેશન!
સુરત જિલ્લામાં છાશવારે નશાકારક પ્રતિબંધ પદાર્થો ઝડપાતા હોય છે. દ્રશ્ય જે ડબ્બા અને કોથરા દેખાય આવે છે એમાં કોઈ ખાદ્ય પદાર્થ નહિ પરંતુ નશાકારક જિંદગી નર્ક બનાવી દે એવા નશાકારક પદાર્થ છે.
સંદીપ વસાવા/ઓલપાડ: સુરત જિલ્લા SOG ટીમે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગને દુકાનમાં સંતાડેલ 80 કિલો ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા,પોલીસે કુલ 8.90 લાખનો મુદ્દામાલ કબજે કરી ગાંજાનો જથ્થો મંગાવનાર અને પૂરો પાડનાર કુલ ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટમાં સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો, પોલીસે હત્યાને હાર્ટ એટેકમાં ફેરવી
સુરત જિલ્લામાં છાશવારે નશાકારક પ્રતિબંધ પદાર્થો ઝડપાતા હોય છે. દ્રશ્ય જે ડબ્બા અને કોથરા દેખાય આવે છે એમાં કોઈ ખાદ્ય પદાર્થ નહિ પરંતુ નશાકારક જિંદગી નર્ક બનાવી દે એવા નશાકારક પદાર્થ છે. સુરત જિલ્લામાંથી વધુ એકવાર ગાંજાનો મોટો પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે.
ભયાનક બિમારીથી રીબાય છે ફૂલ જેવું બાળક! લાખો છે ખર્ચો, શું કોઈ ભામાશા બચાવશે જીવ?
જિલ્લા પોલીસે ગ્રામ્ય વિસ્તારોમા યુવાધનને નશાના રસ્તે ચડાવી બરબાદ કરવાના નેટવર્કનો સુરત જિલ્લા SOG ટીમે પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લા SOG ની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડના સાયણ ગામે રંગોલી ચોકડી તરફ જતા રસ્તા પર એવરવિલા સોસાયટીની દુકાન નંબર 3માં કેટલાક ઈસમોએ ગાંજાનો જથ્થો મૂક્યો અને હાલ વેચાણ કરવાની ફિરાકમાં છે.
નાની ઉંમરમાં મોટી સિદ્ધિ! 15 મહિનાની દીકરીએ 87 સેકન્ડમાં કાઢે છે 20 પક્ષીઓના અવાજ
બાતમીના આધારે જિલ્લા SOG ટીમે રેડ પાડી બાહન ઉર્ફે સત્યવાન મહાન્તિ અને બબુલ અભિમન્યુ પ્રધાનને દબોચી 84 કિલોથી વધુ ગાંજો, 3 મોબાઈલ, રોકડ મળી કુલ 8.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંજો મંગાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે ધની અને ગાંજો પૂરો પાડનાર અજાણ્યા બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.