આ તે ભારી કરી! વિધર્મીએ ધો.10ની યુવતીને ઘરે બોલાવી, ગાર્ડનના ટોઈલેટ પાસે માણ્યું અનેકવાર શરીરસુખ!
Surat News: સુરત ખટોદરા વિસ્તારની ઘટના. ભટારમાં ધોરણ-10ની વિધાર્થિનીને લગ્નની લાલચ આપી વિધર્મીએ તેના ઘરે બોલાવી બળજબરી કરી બાદમાં અલથાણ ગાર્ડનના ટોઈલેટ પાસે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
ચેતન પટેલ/સુરત: ભટાર વિસ્તારમાં રહેતા યુવકે સ્થાનિક વિસ્તારની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી પોતાના ઘરે અને અલથાણ ગાર્ડનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાના પિતાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.
ગુજરાત પોલીસમાં નોકરીની સુવર્ણ તક; આ વિભાગોમાં કરાશે ઈતિહાસની સૌથી મોટી ભરતી
સુરતના ભટાર વિસ્તારમાં આવેલ આઝાદ નગરમાં રહેતો સોયબ શફી શેખ નામના યુવકે ભટાર રોડ પર તડકેશ્વર નગર વિસ્તારમાં રહેતી સગીરા સાથે ઓક્ટોબર 2022 માં પરિચય થયો હતો. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ સમયાંતરે વાત કરતા હતા અને વ્હોટ્સએપ ઉપર સતત સંર્પકમાં રહેતા હતા.
ગુજરાતના વકીલો માટે ખુશખબર: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મોટો નિર્ણય, મળશે આ સુવિધા
સોયેબે ઘરે એકલો હતો ત્યારે કામના બહાને પોતાના ઘરે બોલાવી લગ્ન કરવાની અને તેના પરિવાર કરતા સારી રીતે રાખશે તેવી લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યુ હતું. આ ઉપરાંત ફરવા લઇ જવાના બહાને અલથાણ ગાર્ડનમાં લઇ જઇ ત્યાં પણ શરીર સંબંધ બાંધ્યા હતા.
લવ જેહાદની લીલાનો પર્દાફાશ: ગુજરાતના આ 9 જિલ્લા ટાર્ગેટ, 3 મહિનામાં 16 દીકરીઓ ફસાઈ
જેની જાણ સગીરાની માતાને થતા તેણીએ સોયેબ વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જેથી આરોપીને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સખણા રહેજો 'સિંઘમ', તમને પણ દંડ થશે! ગુજરાતના પોલીસકર્મીઓ માટે જાહેર થયો પરિપત્ર