• સુરત પોલીસ (surat police) ની ઈમેજ પર ધબ્બા સમાન આ ઘટના છે

  • પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટના વેરિફિકેશન માટે આવતા લોકો પાસેથી રૂપિયા માંગવામાં આવ્યા 


ચેતન પટેલ/સુરત :સુરત પોલીસની આબરુના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ (viral video) થયો છે. જેમાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પાસપોર્ટ વેરિફીકેશન માટે અરજદાર પાસેથી રૂપિયા લઈ રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. LIB ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા વેરિફિકેશન માટે રૂપિયા લેવામાં આવી રહ્યા છે. સુરત પોલીસ (surat police) ની ઈમેજ પર ધબ્બા સમાન આ ઘટના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો 
પ્રાપ્ત માહિતી અનુસાર, સરથાણા પોલીસ સ્ટેશનનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, આ પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટના વેરિફિકેશન માટે આવતા લોકો પાસેથી રૂપિયા માંગવામાં આવે છે. એક જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. જેમાં જોઈ શખાય છે કે, અરજદારો પાસેથી કેવી રીતે 500 થી લઈને 3000 રૂપિયાની માંગણી વેરિફિકેશન માટે કરવામાં આવે છે.


આ પણ વાંચો : આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે  


Big Update : હવેથી રાજ્યમાં ખુલ્લા મેદાનમાં યોજાતા કાર્યક્રમમાં ગમે તેટલા માણસો બોલાવી શકાશે