માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો : પિતાએ બાળકીને હવામાં ઉછાળીને રમાડી, માથુ પંખામાં અથડતા થયું મોત
Girl Child Death : સુરતની ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે... 3 માસની બાળકીને પિતાએ ઉછાળીને રમાડવામાં પંખો વાગતાં મોત થયું
Surat News સુરત : અનેકવાર એવુ જોવા મળ્યું છે કે, નાના બાળકોને હવામાં ઉછાળીને રમાડાય છે. આવુ કરીને બાળક ખુશ થાય છે અને મલકાય છે. પરંતુ તમને ખબર નથી કે આવુ કરવું કેટલુ જોખમી બની શકે છે. આવુ કરનારા વાલીઓ માટે લાલબત્તી સમો કેસ સામે આવ્યો છે. સુરતમાં એક પિતા બાળકીને ઉછાળી ઉછાળી રમાડતા હતા. જેમાં બાળકીનું માથું ચાલુ પખાંની પાંખમાં આવી ગયુ હતું. આ ઘટનામાં 3 માસની બાળકીનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે. લિંબાયતના ખાનપુરા વિસ્તારમા મસરુદ્દીન શાહનો પરિવાર રહે છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મસરુદ્દીનને 3 પુત્રી અને એક પુત્ર છે. શનિવારે મસરુદ્દીન તેમની 3 મહિનાની દીકરી ઝોયાને રમાડી રહ્યા હતા. તેણે ઝોયાને રમાડવા માટે અદ્ધર ઉછાળી હતી, જેથી ઝોયાનું માથું પંખાની પાંખમાં આવી ગયું હતું. જેથી તે ઘાયલ થઈ હતી.
શ્વાન પાળવાનો શોખ હોય તો સાવધાન, કુતરાની લાળને લીધે એક શખ્સને પેટમાં થઈ અજીબ ગાંઠ
યુવા કપલના નવા સંસારને કોની નજર લાગી, પતિનું હાર્ટએટેકથી મોત, પત્નીએ આપઘાત કર્યો
ગંભીર રીતે ઘવાયેલી ઝોયાને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં સારવાર દરમિયાન 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યુ હતું. લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
કર્ણાટકમાં ગુજરાતની દાળ ન ગળી : રસોઈયા-કરિયાણા સાથે મેદાનમાં ઉતરેલા 40 નેતાઓ ફેલ ગયા