કર્ણાટકમાં ગુજરાતની દાળ ન ગળી : રસોઈયા-કરિયાણા સાથે મેદાનમાં ઉતરેલા 40 નેતાઓ ફેલ ગયા
Karnataka Election Result : જરાતમાં તો ભાજપે રોલો પાડી દીધો હતો, પરંતું કર્ણાટકમાં ગુજરાતની દાળ ન ગળી... પરંતુ આખરે ભાજપનો ધબડકો થયો હતો...
Trending Photos
Karnataka Next CM: થોડા દિવસો પહેલા ભાજપના નેતાઓનું હાલમાં ફોકસ કર્ણાટક ઈલેક્શન હતું. સાઉથના આ રાજ્યમાં ભાજપ સામે એન્ટિ ઈન્કમ્બસીનો માહોલ હોવાથી ગુજરાત ભાજપે ગુજરાતના ફાયરબ્રાન્ડ નેતાઓની ફૌજ મેદાનમાં ઉતારી દીધા હતા. પરંતુ આ ભાજપનો આ દાવ ઊંધો પડ્યો છે. કર્ણાટકમાં ગુજરાત મોડલ ફેલ સાબિત થયું છે. બે મંત્રીઓ અને 22 થી વધુ ધારાસભ્યોની આખી ફૌજ મહિનાથી કર્ણાટકમાં ધામા નાંખીને બેઠી હતી. પરંતુ કર્ણાટકમાં રસોઈય સાથે રહેલા ગુજરાત ભાજપના 40 નેતાઓ કંઈ જ ઉકાળી શક્યા ન હતા.
ગુજરાત મોડેલ પર લડાતી આ ચૂંટણીને પગલે ગુજરાત ભાજપમાંથી પણ 100થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓ કર્ણાટકમાં દિવસો સુધી રહ્યા હતા. જ્યાં અલગ અલગ વિધાનસભા સીટ પર અલગ અલગ નેતાઓએ જવાબદારી સંભાળી હતી. ગુજરાતમાં તો ભાજપે રોલો પાડી દીધો હતો, પરંતું કર્ણાટકમાં ગુજરાતની દાળ ન ગળી. સાઉથ ઈન્ડિયન ભોજન ગળેથી નહિ ઉતરે એટલે ગુજરાતના ધારાસભ્યો રસોઈયો અને કરિયાણું પણ સાથે લઈને ગયા હતા. પરંતુ કર્ણાટકમાં ભાજપ હાર્યુ હતું, કોંગ્રેસે જીતનો પરચમ લહેરાવ્યો હતો.
આ નેતાઓની ફોજ ઉતારી હતી
કર્ણાટક ચૂંટણી પ્રચારમાં ગુજરાત ભાજપના ઢગલાબંધ નેતાઓ ગયા હતા. ગુજરાતથી ભાજપના નેતાઓની આખી ફૌજ કર્ણાટક ગઈ હતી. સરકાર સંગઠનના 6 મોટા નેતાઓ સતત કર્ણાટક પ્રવાસમાં હાજર રહી હતી. 15 એપ્રિલ બાદ પ્રદેશ ભાજપના નેતાઓનો કર્ણાટક પ્રવાસ ગોઠવાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કર્ણાટક ચૂંટણી માટે સહપ્રભારી હતા. આ ઉપરાંત પ્રદીપસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત, જગદીશ વિશ્વકર્મા, પ્રવીણ માળી, ઉદય કાનગડ, ગણપત વસાવા, જીતુ વાઘાણી, ત્રિકમ છાંગા, અનિરુદ્ધ દવે, પ્રવીણ ઘોઘારી, રમેશ મિસ્ત્રી, કૌશિક વેંકરિયા, મહેશ કસવાલા, સંજય કોરડિયા, હાર્દિક પટેલ સહિત 22 થી વધુ ધારાસભ્યોને કર્ણાટકમાં ભાજપને જીતાડવાની જવાબદારી સોંપાઈ હતી.
ગુજરાતથી ગયેલા નેતાઓને બેંગલુરુ શહેર અને તેની આસપાસના શહેરી વિસ્તારોના 39 થી 20 મતવિસ્તારોની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ આખરે ભાજપનો ધબડકો થયો હતો.
ગુજરાત ભાજપના અનેક નેતાઓ એવા છે જેઓને સ્પષ્ટ હિન્દી બોલવામાં પણ ફાંફા હતી, તેઓએ પોતાની સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કન્નડ ભાષામાં કરી હતી. છતા કંઈ ન થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે