સુરત: માત્ર 350 રૂપિયાના ઝઘડામાં સમજાવા ગયેલા યુવકની ચપ્પુ મારી કરી હત્યા
શહેરના પાલનપુર પાટિયાની ગાયત્રી સર્કલ સોસાયટી નજીક રવિવારે મધરાત્રે રૂપિયા 350ના ભાડા માટે બે શખ્શોનો ઝઘડો ચાલતો હતો. તેમને સમજાવવા ગયેલા યુવકને એક વ્યક્તિએ ચપ્પુ મારીને તેની હત્યા કરી નાખી હતી. રાંદેર પોલીસ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પડ્યા છે.
તેજશ મોદી/સુરત: શહેરના પાલનપુર પાટિયાની ગાયત્રી સર્કલ સોસાયટી નજીક રવિવારે મધરાત્રે રૂપિયા 350ના ભાડા માટે બે શખ્શોનો ઝઘડો ચાલતો હતો. તેમને સમજાવવા ગયેલા યુવકને એક વ્યક્તિએ ચપ્પુ મારીને તેની હત્યા કરી નાખી હતી. રાંદેર પોલીસ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પડ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાંદેરમાં હિદાયતનગર પાસે દિપમાલા સોસાયટીમાં રહેતો ધનંજય મદનરાય યાદવ ફળની લારી ચલાવે છે. મિન્ટુ અને મનોજ યાદવ તેનો મિત્ર છે. મનોજ યાદવ રિક્ષા ચલાવે છે. તે તેની રિક્ષા ભાડેથી આરોપી દત્તુને અપતો હતો. જે પેટે મનોજને દત્તુ પાસેથી 350 રૂપિયા લેવાના હતા. આ મુદ્દે રવિવારે મધરાત્રે દત્તુ અને મનોજનો ઝઘડો થતો હતો. તે સમયે મનોજના મિત્ર મિન્ટુને મનોજે ફોન કરીને દત્તુ સાથે ઝઘડો થતો હોવાનું કહ્યુ હતું.
AMCએ શિક્ષકો પર બાજ નજર રાખવા બનાવ્યું અનોખુ ‘માયફેર કાર્ડ’, જાણો ખાસિયતો
મિન્ટુ, તેના મિત્ર ધનંજય અને ધનંજયનો ભાઈ રંજયકુમારને સાથે પાલનપુર પાટિયા, ગાયત્રી સર્કલ પાસે પહોંચ્યો હતો. ત્યાં દત્તુની સાથે તેનો મિત્ર મનિષ હતો. ત્યાં દત્તુ અને મનોજનો ઝઘડો ચાલતો હતો તે સમયે ધનંજય તેમને છોડાવવા માટે ગયો હતો. તે સમયે ઉશ્કેરાયેલા દત્તુએ ધનંજયને છાતીના ભાગે ચપ્પુ મારીને ભાગી ગયા હતો.
ચોમાસાનું આગમન થતા નર્મદાનો ઐતિહાસિક ‘ટકારા ધોધ’ થયો સક્રિય
જુઓ LIVE TV :
ધનંજયને સારવાર સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી સિવિલમાં ખસેડ્યો હતો. સોમવારે સવારે 4 વાગે ધનંજયનું મોત નીપજ્યું હતું. ધનંજયના ભાઈ રંજયકુમારે દત્તુ અને મનિષ વિરુદ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રાંદેર પોલીસે ગણતરીના જ કલાકોમાં બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.