ઝી બ્યૂરો, સુરતઃ ગુજરાતીઓ વિશે એમ કહેવાય છેકે, અહીંની પ્રજાએ ઉજવણીમાં માને છે, અહીંની પ્રજાએ ઉત્સવપ્રેમી છે. અહીં ઉત્તરાયણ હોય કે હોળી, નવરાત્રી હોય કે દિવાળી દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એમાંય વાત જ્યારે સુરતીલાલાઓની હોય તો પછી કહેવું જ શું. સુરતીલાલાઓ દરેક તહેવારને ખુબ જ ઉમળકાભેર ઉજવે છે. ત્યારે આ વખતની દિવાળીની ઉજવણીને લઈને પણ સુરતવાસીઓએ ખાસ તૈયારીઓ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીના તહેવારને લઈને શહેર આ વર્ષે પણ કલાત્મક અને રંગબેરંગી રોશનીઓથી ઝગમગી ઊઠશે, જેને લઈને ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવવા અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપી દેવાયા છે. 10 દિવસમાં લાઈટિંગ માટે સુરતીઓ 70 કરોડ ભાડું ચૂકવશે. ગમે તેટલો ખર્ચો થાય પણ સુરતીલાલાઓ તહેવારોની ઉજવણી ધામધૂમથી જ કરવામાં માને છે.


આ સાથે જ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લાઈટિંગ બિઝનેસમાં 80 ટકા ગ્રોથ હોવાનું લાઈટિંગ એજન્સીના ઓનરો કહી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને એલઈડી લાઈટ, પામ લાઈટ અને સિરીઝની સારી માગ છે, પરંતુ થીમ બેઈઝ્ડ લાઈટિંગની સૌથી વધારે ડિમાન્ડ હોવાનું જાણવા મળ્યું છે.


પાલિકા 22 બ્રિજ, 4 જંકશનો પર રોશની કરશે:
આ વર્ષે પાલિકા દિવાળી, નવું વર્ષ અને ભાઇબીજ એમ 3 દિવસ શહેરના 22 બ્રિજ તથા 4 મોટાં જંક્શનો પર રોશની કરશે, જેમાં19.75 લાખનો ખર્ચ થશે. 4 જંકશનોમાં મજૂરાગેટ, સોશિયો સર્કલ, સોના હોટલ સર્કલ તથા રેલવે સ્ટેશન સર્કલનો સમાવેશ થાય છે. લાઇટિંગ પાછળ સૌથી વધુ કેબલ સ્ટેઇડ બ્રિજ, વરાછા ફલાય ઓ‌વર અને રિંગ રોડ બ્રિજ પર અનુક્રમે 2.02 લાખ, 1.76 લાખ અને 1.37 લાખના ખર્ચે રોશની કરવામાં આવશે.