સુરત પાલિકાના અધિકારીઓએ કોર્પોરેશનમાં જ કરી દારૂની પાર્ટી, પકડાયા તો ઉભી પૂંછડીએ ભાગ્યા
Liquor Party : સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી, કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી!
Surat News ચેતન પટેલ/સુરત : સુરત મહાનગર પાલિકાના અધિકારીઓએ શહેરના કતારગામ, સિંગણપુરમાં દારૂની મહેફિલ માણતી વખતે એક જાગૃત નાગરિકનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અધિકારીઓ સ્વિમિંગ પૂલમાં દારૂ પી રહ્યા હતા. જેના કારણે તમામ અધિકારીઓ પૂંછડી ઉંચી કરીને ભાગી ગયા હતા. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતાં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવેએ પોલીસને આ સમગ્ર મામલે જાણ કરતાં પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી
નામ આરોપીના
1. પંકજ ગાંધી
2. તેજસ ખલાસી
3. પીનેસ સારંગ
4. અજય સેલર
5. સજય ભગવાકર
6. પ્રવીણ પટેલ, દારૂ આપનાર
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ રાત્રિના સમયે સિંગણપુર વિસ્તારમાં આવેલા તરકુંડની અંદર દારૂની મહેફિલ માણતા હતા અને સતર્ક નાગરિકોએ તેમને રંગે હાથે પકડી પાડ્યા હતા. આ સતર્ક નાગરિક અચાનક ઓફિસમાં ઘુસી ગયો હતો અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીધેલી હાલતમાં રંગે હાથે પકડી લીધા હતા. આ અંગે તેમણે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરી હતી. તરણકુંડના અધિકારીઓ અને કર્મચારીઓ તરણકુંડની અંદર ઓફિસમાં બેસીને દારૂ પીને ટી20 વર્લ્ડ કપની મેચ એકસાથે જોઈ રહ્યા હતા. દરમિયાન, અચાનક એક જાગૃત નાગરિક ઓફિસની અંદર આવી પહોંચ્યો અને તેમને રંગે હાથે પકડી લીધા હતા.
ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદ અંગે મોટા અપડેટ : અંબાલાલ પટેલની આ તારીખની આગાહી
અધિકારીઓએ અચાનક જ સતર્ક નાગરિકને વીડિયો બનાવતા જોયો અને ત્યાંથી ભાગવા લાગ્યા હતાં. દારૂની મહેફિલ માણનારાઓમાં ઈન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટરની સાથે એક ચોકીદાર પણ હતો, જે સ્વીમિંગ કરવા આવ્યો હતો. તમામ મ્યુનિસિપલ અધિકારીઓ છે અને વર્ગ-3 અધિકારી તરીકે ફરજો બજાવે છે.
જોકે, માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દારૂની મહેફિલનું આયોજન કરનારા અધિકારીઓ પાસેથી દારૂની બોટલો પણ મળી આવી છે. સમગ્ર મામલામાં કોર્પોરેટર નરેન્દ્ર પાડવે 100 નંબર પર ફોન કરતા પોલીસ ત્યાં પહોંચી હતી. મહેફિલ માણતા 4 કર્મચારીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને ફક્ત એક જ આરોપી ઝડપાયો હતો. આ સમગ્ર મામલામાં દિવસ દરમીયાન પોલીસે તપાસ કરી બાકીના ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા. આ દારૂ સ્વિમિંગ કરવા આવતા પ્રવીણ પટેલ નામના ઇસમે કર્મચારીઓને આપ્યો હતો જેને લઈને પ્રવીણ પટેલે પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.