Surat News ચેતન પટેલ/સુરત : સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક રેસિડન્ટ ડોક્ટરે સેટર ડે નાઈટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. હોસ્ટેલના રૂમમાં આ ખૂબસૂરત હસીનાને લઈ ગયા બાદ મજા કરે તે પહેલાં જ ડોક્ટરનો ફજેતો થયો હતો. કોઇક બાબતે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઈ ગર્લને લાફો મારી દીધો હતો. તેના પડઘા કોલેજ-હોસ્પિટલ તંત્ર સુધી પડ્યા હતા. મધરાત્રે સમગ્ર મામલો વરાછા પોલીસ સુધી પણ પહોંચ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈ ગર્લ અસ્તવ્યસ્ત હાલતમાં રૂમમાંથી બહાર આવી
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જ મેડિકલ કોલેજ આવેલી છે. અહીં કેમ્પસમાં જ રેસિડન્ટ ડોક્ટરોની હોસ્ટેલ પણ આવેલી છે. શનિવારે મધરાત્રે 1 વાગ્યે બોય્સ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક રેસિડન્ટ ડોક્ટરે વેસુથી થાઇ ગર્લને બોલાવી હતી. હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મોડીરાત્રે સન્નાટા વચ્ચે રેસિડન્ટ ચોરીછૂપીથી થાઇ ગર્લને લઇ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો. રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઇક કારણોસર ઝઘડો થયો હતો. શાબ્દિક ટપાટપી બાદ રેસિડન્ટ ડોક્ટરે આવેશમાં આવી થાઇ ગર્લને લાફો મારી દીધો હતો. જેને પગલે સમસમી ઉઠેલી થાઇ ગર્લ પોતાના અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઇ હતી. 


ગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલ : પાટીલ બાદ કોણ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ


આ ઘટનાને પગલે હોસ્ટેલની બહાર હંગામો મચી ગયો હતો. સ્મીમેર મેડિકલ કોલેજના કેમ્પસમાં મોંઘીદાટ બ્રાન્ડેડ કંપનીની દારૂની બોટલો મળવાના બનાવો છાશવારે બની રહ્યાં છે. સિક્યોરિટી તથા ઉચ્ચ અધિકારીઓ રાઉન્ડ પર નીકળે ત્યારે કેમ્પસમાં ખૂણે-ખાંચરે દારૂની બોટલો જોવા મળે છે. જોકે, શરાબની બોટલો અંગે પ્રશાસને ઢીલું વલણ દાખવતા બેફામ બનેલા રેસિડન્ટ ડોક્ટરોએ શનિવારે રાત્રે કરેલી હરકતના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. પાલિકા તંત્ર પણ આ મામલે કડકાઇ દાખવે તે જરૂરી છે. સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં શનિવારે મોડીરાત્રે બનેલી ઘટના ધ્યાને આવી છે. ઘટના અતિગંભીર છે. આ અંગે અધિકારીઓને મૌખિક સૂચના આપી દેવાઇ છે. સોમવારે આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક એક્શન લેવામાં આવશે. 


પાટીદાર સમાજ માટે લાંછનરૂપ ઘટના : વિદેશથી આવેલી દાનની રકમનો હિસાબ ન મળતા બાખડ્યા


પોલીસ સ્ટેશનમાં સમાધાન કર્યું
સમગ્ર મામલો વરાછા પોલીસ મથક પહોંચ્યો હતો, જેમા લાંબી માથાકૂટના અંતે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયું હતું. આ બાદ સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. થાઈ મહિલા મોડી રાત્રે હોસ્પિટલમાં શુ કરતી હતી તે અંગે સવાલ ઉભા થયા. જો ઓર્થોપેડિક વિભાગના તબીબની બેદરકારી હશે તો એક્શન લેવાશે. બે થી ત્રણ ટર્મ માટે ટર્મિનેટ અથવા હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવશે. 


જોકે, સમગ્ર ઘટનામાં આસપાસના લોકો એમ કહે છે કે રાત્રે વાળ અને દાઢી કરવા મહિલાને બોલાવી હતી. પરંતુ આ વાત માનવામાં નથી આવતી. 


બીજી તરફ, મેડિકલ કોલેજમાં થાઈ ગર્લ લાવ્યાના મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. વિવાદ બહાર આવતા સમગ્ર મામલે સ્મીમેર પ્રશાસન મોડેમોડે જાગ્યું છે. સમગ્ર ઘટના મામલે પાંચ લોકોની કમિટી બનાવાશે. સ્મીમેર મેડિકલ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે. દારૂની મળેલી ખાલી બોટલો હોસ્ટેલમાં કોઈક ગેરકાયદેસર થાય તે તરફ ઈશારો કરે છે. 


રવિવારે 35 તાલુકામાં વરસાદની એન્ટ્રી : પ્રથમ વરસાદમાં ગુજરાતમાં 4 ના મોત, અમરેલીની નદીમાં કાર તણાઈ