સુરત/ચેતન પટેલઃ માણસના મૃત્યુ પછી સમયનું(Time) કોઈ મૂલ્ય હોતુ નથી, પરંતુ સુરતની(Surat) એક કબર(Tomb) પર બનેલી આ ઘડિયાળ(Clock) 150 વર્ષથી લોકોને સચોટ સમય બતાવે છે. કદાચ વિશ્વની આ એકમાત્ર એવી કબર હશે કે જેના ઉપર બનેલા ક્રોસમાં એક વિશેષ સોલાર ઘડિયાળ કોતરવામાં આવેલી છે. આ ઘડિયાળ પર કલાક, મિનિટ અને સેકન્ડના સ્વરૂપમાં આંકા પણ પાડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયામાં સોલાર ઘડિયાળ(Solar Clock) તો ઘણી હોય છે, પરંતુ સુરતના કતારગામમાં આવેલી ડચ સિમેટ્રીમાં(Dutch Cemetry) કબર ઉપર બનાવાયેલી 150 વર્ષ જૂની ડબલ આર્મ્ડ સોલાર ક્લોક(Double Armed Solar Clock) દુનિયામાં ભાગ્યે જ જોવા મળતી સોલાર ઘડિયાળ છે. આ ઘડિયાળ વિશ્વની એવી પહેલી સોલાર ઘડિયાળ છે જેને કબર પર બનેલા ક્રોસ ઉપર બનાવવામાં આવી છે. તેમાં પડછાયાના આધારે સમયની ગણતરી કરવામાં આવે છે. આ ઘડિયાળ દિવસમાં સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો સમય બતાવે છે.


જુઓ વીડિયોમાં વિસ્તૃત અહેવાલ....


OMG : ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ જોઈ છે, આ સમુદાયના લોકો તેને શુભ માને છે!


આર્કિયોલોજીકલ સોસાયટીના મિતુલ ત્રિવેદીએ આ અંગે જણાવ્યું કે, આ ઘડિયાળ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો સમય બતાવે છે. આ ક્રોસનો પડછાયો જે દિશામાં પડે તેના આધારે દોરવામાં આવેલા કાપા પરથી સમય નક્કી કરવામાં આવે છે. તમે કલાક, મિનિટ અને સેકન્ડનો પાકો સમય નક્કી કરી શકો છો. આ પ્રકારનું વર્ટિકલ અને ડબલ આર્મ્ડ સન ડાયલનું મોડેલ વિશ્વમાં કોઈ કબર ઉપર હોય એવું હજુ સુધી ક્યાંય જોવા મળ્યું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....