• પોલીસે તેના પડોશીઓની પૂછપરછ કરી હતી. વિસ્તારની આસપાસના 30 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. 

  • મિમ્મીની થાઈલેન્ડની મિત્ર આયડા જ્યારે મિમ્મીના ઘરે આવી ત્યારે રોજના રસ્તેથી આવી હતી, પરંતુ તે પરત ફરી ત્યારે તેણે અલગ રસ્તેથી જવાનુ પસંદ કર્યું હતું


ચેતન પટેલ/સુરત :સુરતમાં થાઈલેન્ડ યુવતી હત્યા પ્રકરણમાં આખરે દસ દિવસ બાદ ભેદ ઉકેલાયો છે. સુરતના સ્પા (surat spa) માં કામ કરતી થાઈલેન્ડની મિમ્મીની હત્યા (murder) તેના જ દેશનો યુવક આયડાએ કરી હોવાનો ખુલાસો થયો છે. આયડા પાસેથી મિમ્મીની સોનાની ચેન મળી આવી હતી. સાથે જ પોલીસ પૂછપરછમાં આયડાએ પોતાનો ગુના કબૂલી લીધો છે. જોકે, નાણાકીય લેવડદેવડમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન જ એક રસ્તો, રાજકોટ-ખેડબ્રહ્મા-જુનાગઢમાં સ્યંભૂ લોકડાઉન કરાયું 


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટમાં નાગિનભાઈ પરભુભાઈ પટેલના મકાનનો ઉપરના ભાગ થાઈલેન્ડની વનીડા ઉર્ફે મિમ્મી નામની યુવતીને ભાડે આપ્યો હતો. મિમ્મી સુરતના એક સ્પામાં કામ કરતી હતી. 5 સપ્ટેમ્બરની રાત્રે મિમ્મી શનિવારે રાત્રે 8:30 કલાકે ઘર નજીક રહેતી બહેનપણી મિમ્મીના ઘરે આવી હતી. ત્યાર બાદ અચાનક રાત્રિના સમયે મિમ્મીના રૂમમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ ઘરે પહોંચ્યા હતાં, જ્યાં યુવતી ઘરની અંદર સળગી રહી હતી. આગના કારણે જવાળાઓ ઘરની બહાર સુધી આવી હતી. ઘરના દરવાજા પર બહારથી તાળું માર્યું હોવાથી લોકોએ તાળું તોડ્યું હતું અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. ત્યારે થાઈલેન્ડની યુવતીનો ભેદ જાણવા સુરત પોલીસ છેલ્લા દસ દિવસથી પ્રયાસ કરી રહી હતી. 


આ પણ વાંચો : ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી


આ મામલે ઉમરા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. મિમ્મીના મોત મામલે પોલીસે તેના પડોશીઓની પૂછપરછ કરી હતી. વિસ્તારની આસપાસના 30 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તેમજ સ્પાના મેનેજર સહિત ત્રણ લોકોની પણ પૂછપરછ કરી હતી. મિમ્મીના મોતની તપાસ માટે SIT ની રચના પણ કરાઈ હતી. પોલીસે સીસીટીવી ચેક કર્યાં તેમાં જાણવા મળ્યું કે, મિમ્મીની થાઈલેન્ડની મિત્ર આયડા જ્યારે મિમ્મીના ઘરે આવી ત્યારે રોજના રસ્તેથી આવી હતી, પરંતુ તે પરત ફરી ત્યારે તેણે અલગ રસ્તેથી જવાનુ પસંદ કર્યું હતું. આથી પોલીસે તેની પૂછપરછ કરી હતી. સાથે જ પોલીસને તેના ઘરથી મિમ્મી સોનાની ચેઈન તથા 3 મોબાઈલ અને કેટલાક રોકડા રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે કડક પૂછપરછ કરતા આયડાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. હાલ પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે કે, શા માટે તેણે આવી ક્રુરતાપૂર્વક મિમ્મીની હત્યા કરી. બીજી તરફ, નાણાકીય લેવડદેવડમાં તેણે આ હત્યા કરાઈ હોવાનું પોલીસને અનુમાન છે. આયડા સુરતના અલગ સ્પામાં કામ કરતી હતી. 


આ પણ વાંચો : છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ.... દારૂબંધી વિશે હવે ખૂલીને બોલવા લાગી ગુજરાતની જનતા