કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન જ એક રસ્તો, રાજકોટ-ખેડબ્રહ્મા-જુનાગઢમાં સ્યંભૂ લોકડાઉન કરાયું

શહેર હોય કે ગામડા, સતત કોરોનાનો કહેર (corona virus) વધી રહ્યો છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન તો હટાવી દીધું છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા ગુજરાતમાં લોકો હવે સ્વયંભૂ લોકડાઉન (self lockdown) અપનાવી રહ્યાં છે. સંક્રમણ અટકાવવુ હશે તો સ્વંયભૂ લોકડાઉન જ એક રસ્તો છે તેવુ લોકો સમજી ગયા છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેપારીઓએ સ્વંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે. વેપારીઓએ 14થી 21 સપ્ટેમ્બર સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો રાજકોટના સોની બજારમાં પણ એક અઠવાડિયાનું સ્વયંભૂ લૉકડાઉન છે. 19 સપ્ટેમ્બર સુધી રાજકોટનું સોની બજાર સંપૂર્ણ બંધ છે. તો આ ઉપરાંત જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. 
કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન જ એક રસ્તો, રાજકોટ-ખેડબ્રહ્મા-જુનાગઢમાં સ્યંભૂ લોકડાઉન કરાયું

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :શહેર હોય કે ગામડા, સતત કોરોનાનો કહેર (corona virus) વધી રહ્યો છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન તો હટાવી દીધું છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા ગુજરાતમાં લોકો હવે સ્વયંભૂ લોકડાઉન (self lockdown) અપનાવી રહ્યાં છે. સંક્રમણ અટકાવવુ હશે તો સ્વંયભૂ લોકડાઉન જ એક રસ્તો છે તેવુ લોકો સમજી ગયા છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેપારીઓએ સ્વંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે. વેપારીઓએ 14થી 21 સપ્ટેમ્બર સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો રાજકોટના સોની બજારમાં પણ એક અઠવાડિયાનું સ્વયંભૂ લૉકડાઉન છે. 19 સપ્ટેમ્બર સુધી રાજકોટનું સોની બજાર સંપૂર્ણ બંધ છે. તો આ ઉપરાંત જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. 

ખેડબ્રહ્મા શહેરમાં વધતા કોરોના કેસ અને સંક્રમણને અટકાવવા માટે સ્વંયભુ બજાર બંધ કરવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરાયો છે. 14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી બજાર બંધ રાખવાનો વેપારી એસોસિએશનએ નક્કી કર્યું છે. નગરપાલિકા દ્વારા નગરની ગલીએ ગલીએ જાહેરાત કરી આઠ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા અપીલ કરાઈ છે. જોકે, આ વચ્ચે આવશ્યક સેવાઓ જેમ કે, દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો એક લાખ વટાવી ચૂક્યો છે. આવામાં ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 1,13,662 કેસ નોંધાયા છે. તો છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1326 કેસ નોંધાયા છે. કોરોનાને લીધે 24 કલાકમાં વધુ 15 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જેમાં સુરતમાં કોરોના વાયરસના નવા 281 કેસ, અમદાવાદમાં કોરોનાના નવા 172 પોઝિટિવ કેસ, રાજકોટમાં કોરોના વાયરસના નવા 151 કેસ, જામનગરમાં કોરોના વાયરસના નવા 120 કેસ, વડોદરામાં કોરોના વાયરસના નવા 124 કેસ થયા છે. તો અમદાવાદમાં કોરોનાને લીધે 4નાં મૃત્યુ, સુરતમાં કોરોના વાયરસને લીધે 6 દર્દીના મૃત્યુ, વડોદરામાં કોરોનાને લીધે વધુ 2 દર્દીના મૃત્યુ તો ભરૂચ અને ભાવનગરમાં 1-1 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news