ચેતન પટેલ/સુરત : ટામેટાના ભાવ સાતમા આસમાને છે હાલ બજારમાં તેની કિંમત રૂ.150 પ્રતિકીલો થી પણ વધુ છે. ત્યારે ચોમાસાની સિઝનમાં ખાસ ગુજરાતમાં સૌથી વધુ ફેમસ ટામેટાના ભજીયા પણ મોંઘા થઈ ગયા છે. સુરતના ડુમ્મસ કિનારે ગુજરાતના અલગ અલગ શહેરોથી આવનાર લોકો ખાસ ટામેટાના ભજીયાની મજા માણવા આવે છે. પરંતુ 150 રૂપિયા કિલો વેચાણ થઈ રહેલા આ ટમેટાના ભજીયા 500 રૂપિયા કિલો છે જે સાંભળીને લોકોને પરસેવો છૂટી રહ્યો છે તેમ છતાં લોકો ટામેટાની ભજીયાની મજા માણી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટામેટા ખરીદવાએ સામાન્ય વર્ગના લોકો માટે હવે એક સપના જેવું બની ગયું છે. કારણ કે ટામેટાની કિંમત રૂ.150 થી લઈને 200 રૂપિયા સુધી નોંધાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ટામેટાના ભજીયાના પ્રેમીઓ પણ ઘણા છે ચોમાસાની સિઝનમાં લોકો ટામેટાના ભજીયાની લિજ્જત માણતા હોય છે ગુજરાતભરમાં સૌથી વધુ ફેમસ ટામેટાના ભજીયા સુરતમાં વેચાય છે. સુરતના ડુમ્મસ બીચ કિનારે ભજીયાના સ્ટોલ પર લોકો અલગ અલગ શહેરોથી આવીને ટામેટાના ભજીયાની લિજ્જત માણતા હોય છે. પરંતુ હવે ટામેટાના ભજીયા ની કિંમત પણ સાતમા આસમાને છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ટામેટાની કિંમત વધી છે તેની સીધી અસર હવે ટામેટાના ભજીયા પર પણ જોવા મળી રહી છે.


ગુજરાત નજીક પહોંચી રહી છે સૌથી મોટી વરસાદી સિસ્ટમ, આજથી પાંચ દિવસ સાચવજો


ટામેટાના ભજીયાના વેચાણ કરનાર ભરતભાઈએ જણાવ્યું હતું કે, હાલ ટામેટા ની કિંમત 150 રૂપિયા કરતા પણ વધારે છે. ટામેટા ના ભજીયામાં માત્ર ટામેટા જ મોંઘુ હોય એવું નથી. તેની અંદર નાખવામાં આવનાર ખાસ આદુ, લીલા મરચાં અને લીલા ધાણા તેની કિંમતમાં પણ વધારો થયો છે જેના કારણે હાલ ભજીયાના ભાવમાં પણ વધારો કર્યો છે હાલ એક કિલો ટામેટા ના ભજીયા ની કિંમત 500 થઈ ગઈ છે. કિંમત વધતા તેની અસર ખરીદારીમાં પણ પડી છે લોકો ટામેટાના ભજીયા નો ઓર્ડર પણ ઓછા આપી રહ્યા છે.


અમરનાથ યાત્રામાં ભૂખસ્ખલનમાં ગુજરાતી મહિલાનું મોત, માથામાં મોટો પથ્થર વાગ્યો


ભજીયા ખાવા આવનાર સુરતી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે અમે ડુમસ ફરવા માટે આવ્યા હતા અને ડુમ્મસ આવ્યા પછી ભજીયા નહીં ખાઈએ એ શક્ય જ નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે ટામેટાના ભાવ વધ્યા છે તેની અસર ભજીયા પર પણ જોવા મળી રહી છે ભજીયાના ભાવમાં પણ વધારો નોંધાયો છે જેના કારણે અમે વધારે ઓર્ડર કર્યા નથી. માત્ર સ્વાદ માટે જ ભજીયા લીધા છે. 


ભાવનગરમાં જૂથ અથડામણ : જુગાર મુદ્દે થયેલા ધિંગાણામાં 15થી વધુ ઈજાગ્રસ્ત થયા