ગુજરાત નજીક પહોંચી રહી છે સૌથી મોટી વરસાદી સિસ્ટમ, આજથી પાંચ દિવસ સાચવજો

Gujarat Weather Forecast : રાજ્યમાં બે દિવસ ભારે અને પછી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી... મેઘરાજા ત્રીજા રાઉન્ડમાં બોલાવશે ધડબડાટી... ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે ધોધમાર વરસાદ....

ગુજરાત નજીક પહોંચી રહી છે સૌથી મોટી વરસાદી સિસ્ટમ, આજથી પાંચ દિવસ સાચવજો

Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં હવે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જુલાઈ મહિનો ફરી ધોધમાર વરસશે. આ વચ્ચે રાજ્યમાં આજે અને આવતી કાલે ભારે વરસાદની આગાહી છે. 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની છે આગાહી છે. 18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો અને અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં ગુજરાતના 116 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં 20  તાલુકામાં એકથી પાંચ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. તો ભાવનગરના મહુવામાં પડ્યો સૌથી વધુ 5 ઈંચ વરસાદ વરસ્યો છે. 

હવામાન વિભાગે આજના હવામાનના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. 15,16 અને 17 તારીખે ભારે વરસાદની આગાહી છે. 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. 18 જુલાઈ પછી ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી ઠેય  બંગાળના ઉપસાગરમાંથી 2 વરસાદી સિસ્ટમ આવતા અતિભારે વરસાદની આગાહી છે. 

આજે 16 જુલાઈની આગાહી 
આજે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદ આવી શકે છે. તો આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. 

આવતીકાલે 17 જુલાઈની આગાહી 
આવતીકાલે 17 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત આણંદ, અમદાવાદ, ભાવનગર,  અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગરમાં વરસાદની શક્યતા છે.

ઓગસ્ટ પણ ગુજરાત પર ભારે પડશે 
વરસાદને લઈ આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણીથી તરબોળ થશે. સાથે જ આંબાલાલ પટેલે કહ્યું છે કે, 17 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આફત રૂપ બની શકે છે. તો હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news