Valentine Day ચેતન પટેલ/સુરત : આ વખતનો વેલેન્ટાઈન ડે સુરતીઓ માટે ખાસ બની રહેશે. ડાયમંડ નગરીના વાસી સુરતીઓે જે પણ કરે તે ખાસ કરે છે. આવતીકાલે વેલેન્ટાઈન ડે છે, જે પ્રેમીઓનો દિવસ કહેવાય. આ દિવસ પ્રેમીઓ એકબીજાને ગુલાબ આપે. ત્યારે સુરતીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુલાબ આપશે. પણ આ ગુલાબ કંઈ નાનુઅમથુ નહિ હોય. સુરતના વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રીને સોનાના ગુલાબનો બૂકે આપવા જઈ રહ્યા છે. આ માટે ખાસ બુકે બનાવવામાં આવ્યો છે. જેની કિંમત અધધધ રૂપિયામા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના વિદ્યાર્થીઓ દેશના વડાપ્રધાનને ગુલાબ આપી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરશે. આ રોઝ કોઈ સામાન્ય નહિ, પરંતુ સોનાનું હશે. વિદ્યાર્થીઓ સોનાના ગુલાબનો બુકે બનાવીને પ્રધાનમંત્રીને આપશે. આ ગોલ્ડ રોઝ બુકેમાં 152 ગોલ્ડ રોઝનો સમાવેશ કરાયો છે. આમ, સુરતીઓ વેલેન્ટાઈન ડેને આ રીતે ખાસ બનાવશે.


આ પણ વાંચો :  


પપ્પાએ આવુ કેમ કર્યું? આંગણે માંડવો બંધાયો અને દીકરીના લગ્નના આગલા દિને પિતાનો આપઘાત


ટોચના IPS પાસેથી 8 કરોડ વસૂલવાનું હતું ષડયંત્ર, બળાત્કાર-લવજેહાદનો બતાવાયો ડર


આ રીતે ઉજવણી કરવા વિશે તેઓ જણાવે છે કે, દેશના વડાપ્રધાને અભૂતપૂર્વ કામ કર્યા છે. તેથી અમે તેમની સાથે વેલેન્ટાઈન ડે ઉજવીશું. આ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું, આ વેલેન્ટાઈન ડે પ્રેમી કે પ્રેમિકા સાથે નહિ, પરંતું માતા-પિતાની સાથે અને દેશના વડાપ્રધાન સાથે ઉજવણી કરશે. 


જોકે, આ ગોલ્ડના ગુલદસ્તાની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. પ્રધાનમંત્રી માટે અંદાજીત 2.5 લાખ રૂપિયાની કિંમતનો ગોલ્ડ રોઝનો બુકે બનાવાયો છે.


આ પણ વાંચો :  


અમદાવાદ છે કે અફઘાનિસ્તાન? અમદાવાદમાં યુવાનો હાથમાં તલવાર લઈને ફર્યા


IIT બોમ્બેમાં ભણતા અમદાવાદના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, પરીક્ષા પૂરી કરીને...