SURAT: PM મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી
દેશમાં આમતો અભિવ્યક્તિની આઝાદી છે, કોઈપણ વ્યક્તિ પોતાની વાત કહી શકે છે, પરંતુ કેટલીક વખત લોકો ખોટી માહિતીઓ ઉભી કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિરૂધ્ધમાં ટીપ્પણી કરનાર આરોપીને સુરત શહેર પોલીસની સાઇબર ક્રાઈમ સેલના અધિકારીઓએ ઝડપી પડ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે બનાવટી ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી ભાજપ વિરૂધ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
તેજસ મોદી/સુરત : દેશમાં આમતો અભિવ્યક્તિની આઝાદી છે, કોઈપણ વ્યક્તિ પોતાની વાત કહી શકે છે, પરંતુ કેટલીક વખત લોકો ખોટી માહિતીઓ ઉભી કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિરૂધ્ધમાં ટીપ્પણી કરનાર આરોપીને સુરત શહેર પોલીસની સાઇબર ક્રાઈમ સેલના અધિકારીઓએ ઝડપી પડ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે બનાવટી ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી ભાજપ વિરૂધ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેક્ટ સામે ઉત્તર ગુજરાતી ખેડૂતોનો વિરોધ, કોંગ્રેસ પણ ખેડૂતોની પડખે ચડી
સાઇબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અરવિંદ ઉર્ફે એ. કે. પટેલ કાનજીભાઇ વઘાસીયાએ ગત 7 માર્ચથી 19 માર્ચ અને 23 માર્ચના રોજ A K Patel નામના સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે ખોટા આધાર પુરાવા બનાવી તેનો ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી વિરૂધ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી.
10-12 બોર્ડ સહિત તમામ ધોરણનાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
જેને પગલે સાયબર ક્રાઇમમાં કલમ-469, 504, 500 મુજબનો ગુનો દાખલ કરાયો હતો. સુરત શહેર સાયબર સેલે લોકોને ચીમકી આપતાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા સતત સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી રહી છે. જો આવા પ્રકારે મેસેજ બનાવવામાં આવશે અને કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર સોશિયલ મીડીયા ઉપર પોસ્ટ કરવામાં આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube