Surat Heavy Rains: સુરત તાપી નદી ફરી બંને કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમમાં પાણી આવક વધી છે. ઉકાઈ ડેમમાંથી 1 લાખ 63 હજાર ક્યુસેસ પાણી છોડવામાં આવ્યું છે. હાલની ઉકાઈ ડેમની સપાટી 336.18 પર પહોંચી છે. સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને લઈ મોટા સમાચાર; 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત


ઓરિસ્સાથી ગુજરાત આવતી લો પ્રેશર સિસ્ટમ ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ લાવતાં ફરી ડેમના 14 દરવાજા ખોલી તાપીમાં 1.63 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ છે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી સુરતની તાપી નદી તરફ ફરી વળ્યુ છે. હાલ તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. 


નહીં છોડે આ 'ડીપ ડીપ્રેશન'! અંબાલાલની 'મહાભારે' આગાહી! આ જિલ્લાઓમાં મેઘો કરશે તહસનહસ


તંત્ર દ્વારા જાહેર જનતા સહિત માછીમારોને દરિયા ને નહીં ખેડવા સૂચન કર્યું છે. હાલ તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધતા કલાસીઓ દ્વારા પોતાની નાવ સલામત રીતે કિનારે લાવી બાંધી દીધી છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ઉકાઈ ડેમમાં સતત પાણીનો લેવલ વધી રહ્યું છે.


ઉ.ગુજરાત થયું જળબંબાકાર! પાલનપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ, જાણો ક્યાં કેવી કરી હાલત?


તંત્ર દ્વારા તબક્કા વાર ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તાપી નદીમાંથી પાણી સીધું દરિયામાં સમટાઈ રહ્યું છે. જેથી હાલ સુરતમાં હાલ કોઈ અસર નથી. હાલ ડેમનું લેવલ 336.18 ફૂટ છે.