Surat News ચેતન પટેલ/સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં શિક્ષક જ હેવાન બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ 11 માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાની છેડતી કરી સબંધ નહિ રાખે તો આપઘાત કરવાની ચીમકી આપી હતી. ઘટનાની જાણકારી માતાપિતાને થતા ફરિયાદ કરવામાં આવી છે. જ્યાં કાપોદ્રા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક હેવાન શિક્ષકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં રહેતા રણકલાકારની ધો.૧૧ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની તરૂણીને સ્કુલના શિક્ષકે ‘તું નહીં આવે તો હું મારા હાથની નસ કાપી મરી જઈશ’ તેવી ધમકી આપતો હતો. તેથી તે ડરીને ગત શનિવારે મધરાતે સરને મળવા ગઈ હતી. જોકે, પિતરાઈ બહેન-બનેવી સાથે ગયેલી તરુણી પિતરાઈ બહેન પરત થયા બાદ પણ ઘરે નહીં આવતા શોધખોળ કરતા રાત્રે અઢી વાગ્યે ખોડીયાર નગર રોડ પરથી મળી હતી.


અંબાજીમા હવે કોણ બનાવશે મોહનથાળ! ભેળસેળિયા ઘી બાદ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ


તરુણીની પુછપરછમાં ગણિતના શિક્ષક દોઢ મહિનાથી બોલાવી અડપલાં કરતા હોવાનું જણાવ્યું હતું. જે વાત જાણી વિદ્યાર્થીનીના પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા અને તેઓ તાત્કાલિક કાપોદ્રા પોલીસમાં મથકે પહોંચ્યા હતા. જ્યાં કાપોદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી છે. 


world cup schedule : ટિકિટ બુક કરાવી લેજો, આ 9 દિવસોએ રમાશે ભારતની મેચ