Selfie લેવા જતાં મોતને હાથતાળી આપી પાછો આવ્યો તરૂણ, ઘટનાનો લાઇવ વિડીયો આવ્યો સામે
દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા (Social Media) પર ફરતો કર્યો હતો.
ચેતન પટેલ, સુરત: સુરત (Surat) ના કોઝવે પર એક તરુણ સેલ્ફી (Selfie) લઇ રહ્યો હતો. તે વેળાએ તેનો પગ લપસી જતા તે નદીમાં પડી ગયો હતો. પાણી વધુ હોવાથી અને તરુણને તરતા ન આવડતું હોવાથી તે ડૂબવા લાગ્યો હતો. જો કે ત્યાં હાજર તેના મિત્રોએ બુમાબુમ કરતા કોઝવે (Causeway) પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા. અને તેઓએ કોઝવેના પાણીમાં કુદી તરુણને બચાવી લીધો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.
યુવાધનોને સેલ્ફી (Selfie) લેવાનું ઘેલું લાગ્યું છે અને ઘણી વખત સેલ્ફી (Selfie) લેવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે સુરત (Surat) માં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. સવારે 9 વાગ્યા આસપાસ રાંદેરના કેટલાક મિત્રો કોઝવે પર સેલ્ફી (Selfie) લઇ રહ્યા હતા.
માન્યામાં નહી આવે પણ સાચું છે!!! 0 % ના ખર્ચની ખેતી કરી લાખોની કમાણી કરે છે આ ખેડૂત
એ સમયે એક તરુણ રેલિંગ ક્રોસ કરી નદી (River) ની એકદમ નજીકથી સેલ્ફી (Selfie) લેવા પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો. અન્ય મિત્રોને તરતા ન આવડતું હોવાને લીધે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આખરે કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા. તેઓ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો.
દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા (Social Media) પર ફરતો કર્યો હતો. મોતને હાથતાળી આપી આવેલો તરુણ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો.
Corona ની Third Wave ને ખુલ્લું આમંત્રણ, લોકો બન્યા બિન્દાસ, બજારોમાં જામી ભીડ
તરુણને બચાવનારને બચાવનાર અજય ઘીવાળાએ જણાવ્યું હતું કે રવિવારની સવારે ત્રણ બાળકો કોઝવે (Causeway) નજીક જોખમ લઈ સેલ્ફીની મજા લઈ રહ્યા હતા. અચાનક ત્રણ પૈકી એક કોઝવે (Causeway) માં પડી ગયો અને થોડે દૂર પાણીમાં ખેંચાય ગયો હતો. મારી નજર પડી ત્યારે એકવાર તો એમ લાગ્યું કે કોઈ તરી રહ્યું છે, પછી અહેસાસ થયો આ ડૂબી રહ્યો છે એટલે કપડાં સાથે જ પાણીમાં કૂદીને બાળકને બચાવી લીધો હતો.
Electricity Saving Tips: આ 4 રીતને અપનાવશો ઓછું થઇ જશે લાઇટ બિલ, દર મહિને થશે મોટી બચત
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 995થી તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગ કરી રહ્યો છું અને હરિઓમ ક્લબનો સભ્ય છે. અમે રોજના 200-250 જેટલા સભ્યો રોજિંદા કોઝવેમાં સવારે 7થી 9 સ્વિમિંગ કરવા આવ્યા છીએ. 25 વર્ષના સ્વિમિંગમાં આવા 7-8 જણાના જીવ બચાવ્યા છે. પાલિકાના અધિકારીઓ પણ આવી કામગીરીથી ખુશ રહે છે. ત્રણેય બાળકો સારા અને પૈસાદાર ઘરના લાગતા હતા. ગભરાઈ ગયા હતા. ડૂબતા મિત્રને બહાર કાઢતા જ ત્રણેય મિત્રો પલક ઝબકતાં જ ગાયબ થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube