Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના પાંડેસરામાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષના બાળકે 12 વર્ષના બાળક પર ચપ્પુ વડે હુમલો કરી 13 ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો છે. 13 વર્ષીય કિશોર એક તરફી સગીર વયની કિશોરીના પ્રેમમાં પડ્યો હતો. 12 વર્ષના બાળકે કિશોરી સાથે વાતચીત કરતા 13 વર્ષીય બાળકે જીવલેણ હુમલો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ભણવાની, રમવાની ઉંમરે બાળકની માથાભારે ઈસમો જેવી હરકત સામે આવી છે. એકતરફી પ્રેમમાં પડેલ 13 વર્ષે બાળકે મારી પ્રેમિકા જોડે કેમ વાત કરે છે. અમારા પ્રેમની વચ્ચે નહીં આવતો કહી ચપ્પુ વડે એક સાથે 12 વર્ષના આદિત્ય નામના બાળક પર 13 ઘા ઝીંકી દીધા હતા. વર્ષીય બાળક પાંડેસરા જ રહેતી સગીર વયની કિશોરીના પ્રેમમાં પડ્યો હતો. જ્યારે પણ કિશોરીને મળવા જતો આદિત્ય વચ્ચે આવી જતો હતો. આદિત્ય ઘરની બહાર કચરો ફેંકવા ગયો હતો. ત્યારે 13 વર્ષીય બાળકે આદિત્યને ત્યાં જ રોકી દીધો હતો અને તું મારી ફ્રેન્ડ જોડે કેમ વાત કરે છે એવું કહી તેની પાસે રહેલ ચપ્પુ વડે આદિત્યના શરીર પર 13 ઘા ઝીંકી દીધા હતા. 


ગુજરાતમાં વાવાઝોડું તો આવવાનું જ છે : હવામાન વિભાગે આપ્યા આ મોટા સંકેત


મૂળ ઉત્તરપ્રદેશના વતની કુલદીપ 5 મહિના પહેલા જ વતનથી નોકરી માટે સુરત આવ્યા હતા. તેઓ પાંડેસરામાં જય અંબે સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. પાંડેસરા ખાતે જ ફેબ્રિકેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં 4 સંતાન છે. તેમનો 12 વર્ષીય પુત્ર આદિત્ય ઘર પાસે કચરો ફેંકવા ગયો હતો. તે દરમિયાન તેની જ સોસાયટીમાં રહેતો 13 વર્ષીય બાળકે ‘મારી ગર્લફ્રેન્ડની વચ્ચે તું કેમ આવે છે’ એવું કહી એક સાથે ચપ્પુ વડે 13 જેટલા ઘા ઝીંકી દીધા હતા. બાળક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળક આદિત્ય રડતા રડતા ઘર સુધી આવતા લોકો દોડી આવ્યા હતા. બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.


હુમલો કરનાર 13 વર્ષીય બાળક મૂળ ઓરિસ્સાનો વતની છે. પરિવાર સાથે જય અંબે સોસાયટીમાં જ રહે છે. બાળકનો 16 વર્ષનો ભાઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. પાંડેસરા પોલીસ મથકે 16 વર્ષીય ભાઈ પર મારામારી સહિતના અન્ય ગુનાઓ દાખલ છે. જ્યારે પરિવારમાં જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા બાળક ભણવાની, રમવાની ઉંમરે હાથમાં ચપ્પુ લઇ મોટા ગુનેગારની જેમ 12 વર્ષના બાળક પર 13 જેટલા ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


નબળા દિલના છે ગુજરાતીઓ : રાજ્યમાં પ્રતિ કલાકે હૃદય ઈમરજન્સીના 12 કેસ આવે છે


સુરત પોલીસના એસીપી ઝેડ.આર દેસાઈએ જણાવ્યું કે, સમગ્ર ઘટનાએ પાંડેસરા પોલીસે હુમલો કરનાર 13 વર્ષીય બાળકની પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરી છે. હુમલામાં ભોગ બનનાર 12 વર્ષીય બાળકનું હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં જ દાખલ કરાયો છે. મહત્વની વાત એ છે કે વાલીઓએ આ ઘટનાથી ચેતી જવાની જરૂર છે. રમવાની, ભણવાની ઉંમરે માત્ર ૧૩ વર્ષના બાળકે 13 ઘા ઝીંકી 12 વર્ષના બાળકની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.


દશેરાએ નવી ગાડી ખરીદવાના હોય તો ખાસ જાણી લેજો : વાહનના રજિસ્ટ્રેશનનો આ નિયમ બદલાયો