નબળા દિલના છે ગુજરાતીઓ : રાજ્યમાં પ્રતિ કલાકે હૃદય ઈમરજન્સીના 12 કેસ આવે છે, બે શહેરો પર મોટી ઘાત

Heart Attack Death : ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યા છે.... ખાસ કરીને સુરત અને રાજકોટમાં જુવાનિયાઓ તેનો શિકાર બની રહ્યાં છે
 

નબળા દિલના છે ગુજરાતીઓ : રાજ્યમાં પ્રતિ કલાકે હૃદય ઈમરજન્સીના 12 કેસ આવે છે, બે શહેરો પર મોટી ઘાત

Navratri 2023 : ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં હાર્ટ એટેકે તો ભારે કરી. આજે ફરી રાજકોટ અને સુરતમાં એક-એક યુવકનું મૃત્યુ થયું છે. આણંદપર ગામના 32 વર્ષના યુવકનું મૃત્યુ થયુ. તો ઓરમા ગામે કંપનીના કામદારનું હાર્ટએટેકથી મોત થયુ છે. ત્યારે હાર્ટએટેકના સતત વધી રહેલા કિસ્સાઓ બતાવે છે કે, ગુજરાતીઓના દિલ નબળા છે. ખાસ કરીને નવરાત્રિમાં હાર્ટએટેકનો ડર વધુ લાગી રહ્યો છે. ત્યારે આંકડા કહે છે કે, ગુજરાતમાં પ્રતિ કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના 12 કેસ આવી રહ્યાં છે. પ્રતિ કલાકે 12 કેસ એટલે દિવસના 24 કલાકના 288 કેસ થાય. જેમ જેમ નોરતા આગળ વધી રહ્યા છે તેમ હાર્ટને લગતી સમસ્યા પણ વધી રહી છે. 

ઈમરજન્સી 108 પાસેથી મળતી માહિતી અનુસાર, નવરાત્રિના બીજા નોરતામાં સાંજે 6 થી 12 દરમિયાન ઈમરજન્સી કોલમાં વધારો થયો છે. બીજા નોરતામાં સાંજે 6 થી 12 દરમિયાન 69 કોલ્સ આવ્યા હતા. તો 15 અને 16 ઓક્ટોબરના રોજ સાંદે 6 થી રાતે 12 વાગ્યા સુધી સરેરાશ 64 કોલ્સ આવ્યા હતા.

જોકે, 108 સેવાના જણાવ્યા અનુસાર, સામાન્ય દિવસો કરતા એકંદરે કોલ્સમાં ઘટાડો થયો છે. પ્રથમ બે નોરતામાં વાહન અકસ્માતથી ઈજાના સરેરાશ 163 કોલ, શ્વાસ લેવામાં સમસ્યાના 83 કેસ, પેટમાં દુખાવાના 119 કેસ, સખત તાવના 177 કોલ્સ આ્વયા હતા. આમ, ગુજરાતમાં બીજા નોરતામાં ઈમરજન્સીના કુલ 1201 કેસ આવ્યા છે. 

આજે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે. શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામના વિપુલ રતિલાલ નામના 32 વર્ષના યુવાનને મોત આવ્યું. યુવાનના મૃત્યુને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ એક બે યુવાનના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. 

ગરબા રમતા છાતીમાં દુખાવો ઉપડે તો આટલું કરજો 
આવા કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેથી તબીબો સલાહ આપી રહ્યા છે કે, ગરબા રમતા સમયે છાતીમા દુખાવો થાય તો તેને અવગણશો નહિ. તરત જ સાઈડમાં નીકળી જજો અને આયોજકોની મદદથી તબીબી ટ્રીટમેન્ટ લઈ લેજો. તબીબી સલાહથી તાત્કાલિક સારવાર શરૂ કરાવો. છાતીમાં દુખાવો ઉપડે તો ગરબા રમવાનું ચાલુ ન રાખતા. બેચેની અનુભવાય તો તાત્કાલિક બેસી જાઓ. હલન-ચલન ન કરવું. આવા કિસ્સામાં છાતીના દુખાવાને અવગણશો નહિ. 

  • નિયમિત કસરત ન કરનારા ગરબા રમવાનું ટાળો અથવા તો ધીમેથી ગરબા રમો. ધીમે ધીમે ગરબાની શરૂઆત કરો, પરંતું ઉછળકૂદ જેવા ગરબા ન રમો. 
  • હળવો ખોરાક ખાઈને જ ગરબા રમવા માટે જવું. ભારે ખોરાક મુશ્કેલીમાં મૂકી શકે છે
  • નિયમિત કસરત ન કરારના લોકોએ ગરબા રમવાનું ટાળો. અથવા તો ગરબા રમવા હોય તો ધીમેથી ગરબા રમો.
  • ગરબા કરતા પહેલા પૂરતું પાણી પીને શરીરને હાઈડ્રેટ કરો. આ પૂર્વ સાવચેતી છે
  • જો ફિટ ન હોય તો વધુ ગરબા કે ફાસ્ટ ગરબા રમવાનુ ટાળો
  • એસિડિટી થઈ હોય તો વિચારીને ગરબા રમો.
  • ગરબા રમતા સમયે છયેલા છાતીના દુખાવાને અવગણશો નહિ. તાત્કાલિક તબીબ પાસે જાઓ
  • જો અનુકૂળતા હોય તો નવરાત્રિ પહેલા કાર્ડિયાક ચેકઅપ કરાવી લો. અથવા ટ્રેડમીલ ટેસ્ટ પણ કરાવી લેવો. 

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા. 

ખેલૈયાઓે મહત્વના સૂચનો 

  • નિયમીત એક્સરસાઇઝ ન કરતા 40 વર્ષથી વધારેની ઉંમરના ખેલૈયાઓના પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી 
  • પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી
  • ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો થાય, ઉલ્ટી થાય , પરસેવાની સાથે ગભરામણ થાય, મુંઝારો થાય, શ્વોસોસ્વાસની તકલીફ થાય તો ગરબા રમાવાનુ બંધ કરી શાંતીથી બેસવું  
  • ખેલૈયાઓ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવે
  • ગરબા રમતી વખતે વારંવાર લીંબુ પાણી અને જ્યુસ પીવો
  • કેળું, નારીયેળ પાણી સહિત પોટેશિયમ અને મેગ્નેશીયમ વાળું ખોરાક લેવો
  • ભરપેટ ખોરાક લીધા બાદ ગરબા ના રમવા
  • ગરબાના સ્થળે પ્રાથમિક સારવાકની સુવિધા સાથે ડોક્ટરને ફરજ પર રાખવા
  • જો કોઇ બિમારી હોય તો નજીકના લોકોને અગાઉથી જાણ કરવી જેથી સ્વાસ્થ્યની તકલીફ થાય તો મદદ મળી શકે
  • આયોજન સ્થળની નજીકની હોસ્પીટલ સાથે ઔપચારીક જોડાણ કરવુ જેથી કોઇ ઘટના બને તો હોસ્પીટલને જાણ કરી શકાય
  • ગરબા સ્થળે હાજર સપોર્ટ સ્ટાફ , સુરક્ષાકર્મી, અન્ય લોકોને CPRની ટ્રેનિંગ આપવી
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news