Surat Viral Video : હાલ એક મદરેસામાં એક વિદ્યાર્થીને તાલિબાની સજા અપાયાનો વીડિયો વાયરલ થયો છે. હકીકત એ છે કે, ઔરંગાબાદના મદ્રેસામાં સુરતના કિશોરને ઘડિયાળ ચોર્યાની શંકામાં તાલીબાની સજા આપીને થૂંકી થૂંકીને માર મરાયો. અન્ય બાળક સાથે આવું ન બને તે માટે મદરેસા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરાયુ હતું. પરંતું સગીર સાથે કરાયેલું અમાનવીય વર્તન કેટલુ યોગ્ય ગણાય.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ વીડિયોમાં શું છે
સુરતના ભેસ્તાનવિસ્તારમાં રહેતા એક પરિવારના 16 વર્ષીય દીકરાને મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિલોટમીર અંતરે આવેલા મદરેસામાં મોકલ્યો હતો. દીકરાને આલીમ બનવા માટે ત્યાં મોકલાયો હતો. ગત રવિવારે મદરેસામાં ઘડિયાળ ચોરાઈ હતી, અને આ તરુણ પર ઘડિયાળ ચોરાયાનો આરોપ મૂકાયો હતો. જેના બાદ તરૂણને જે સજા અપાઈ હતી, તે જોઈને પરિવારજનો પણ ચોંકી ગયા હતા. અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તરુણને માર મારવામાં આવતો.


દેશમાં 1લી માર્ચથી થશે મોટા ફેરફારો, ગેસના વધશે ભાવ, ફાસ્ટટેગ-GST માં આવશે નવા નિયમ


ઘડિયાળ ચોરીની શંકામાં તાલીબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ અંગે તરુણના પિતાએ જણાવ્યું હતું કે, આ વીડિયો અમને તેના કોઈ મિત્રે ચોરીછૂપીથી બનાવી મોકલ્યો હતો. ત્યાં ગયા બાદ અન્ય બાળક સાથે આવું ન બને તે માટે કાર્યવાહી કરવી જોઈએ.


 


અનંત અંબાણીના આ શબ્દો દિલ જીતી લેશે, પ્રી-વેડિંગ પહેલા રાધિકા માટે કહી દિલની વાત