સુરતઃ કડોદરામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
સુરતની જેલમાંથી પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરતઃ સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. અત્યાર સુધી કુલ 607 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો હવે સુરત જિલ્લાના કડોદરામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ હવે કડોદરામાં પણ કોરોના પહોંચી ગયો છે. જે ચિંતાનો વિષય છે.
કડોદરામાં પ્રથમ કેસ
સુરતના કડોદરામાં પ્રથમ કેસ નોંધાયો છે. સુરતની જેલમાંથી પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શબનમ ચાંદ ખાન નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા સાથે તેનું ચાર મહિનાનું બાળક પણ છે. હાલ માતા-બાળકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતઃ સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયેલા કોરોના દર્દીનો મૃતદેહ મળી આવ્યો
સુરતમાં કોરોનાના કેસ 600ને પાર
સુરત જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 607 જેટલા કેસ નોંધાયા છે. તો અત્યાર સુધી આ વાયરસને કારણે 22 લોકોના મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર