સુરત : શહેરમાં ગુનાખોરીનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે, કેટલીક વખત કોઈ ગુનેગારને રોકવા જતાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો પણ આવે છે, ત્યારે બે દિવસ અગાઉ સુરતના પાંડેસરાના મણીનગર ખાતે ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા અજાણ્યા શખ્સોએ બે પૈકી એક ભાઈનું ગળું કાપી ઘરમાંથી રોકડ રૂપિયા12 હજારની લૂંટ ચલાવી હતી. આટલી ગંભીર ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. બાદમાં જીવલેણ હુમલો કરનાર આરોપી રોહીત ઉર્ફે જાડીયા સુરેન્દ્ર પાઠકને પોલીસે ઝડપી લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MORBI માં મહિલા પાસે ગંદી માંગ કરવાના આરોપમાં યુવક સાથે અત્યંત ગંદુ કામ...


પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 9 મી સપ્ટેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યાથી લઇ ત્રણ વાગ્યા દરમ્યાન પાંડેસરા તેરેનામ રોડ મણીનગર સોસાયટીમાં ઘરફોડ ચોરી કરવા ગયેલા કેટલાક શખ્સોએ એક યુવકની હત્યા કરી હતી. મૃતક  વીરેન્દ્ર કુમાર ઘર નજીક પાન-મસાલાનો વ્યવસાય કરતો હતો. ચાર ભાઈઓમાં સૌથી નાનો ભાઈ વીરેન્દ્ર કુમાર જમના પ્રસાદ ગુપ્તા હતો. 


સીલાઇ મશીન રિપેર કરાવવા માટે ગયેલી મહિલાને દુકાનદારે કહ્યું કે, તમને નવું જ મશીન આપીશ પણ...


બુધવારની મધરાત્રે કોઈ ઈસમ ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો હતો. ચોર આવ્યો હોવાનું જણાતાં વીરેન્દ્ર અને વિષ્ણુ બન્ને ભાઈઓ ચોરને પકડવા દોડ્યા હતા. જેથી ચોરે વીરેન્દ્રને ગળા પર અને વિષ્ણુને હાથ પર ઘા મારી ઘરમાંથી રોકડ રૂપિયા 12 હજાર લઈ ભાગી ગયો હતો. જોકે ગંભીર રીતે ઘાયેલ હાયેલા વીરેન્દ્ર કુમાર નામના યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટના બનતાં પોલીસ સામે સવાલો ઉભા થયા હતાં. 


AHMEDABAD માં બાળકીનું અપહરણ કરનારી મહિલાની કહાની સાંભળી પોલીસ સ્ટાફની આંખો ભીની !


જેને પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમે સક્રિય થઇ ગઈ હતી, દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી, કે પાંડેસરા ગોવાલક રોડ સનાતન ડાયમંડનગર પાસેથી એક શકમંદ વ્યક્તિ રોહીત ઉર્ફે જાડીયા સુરેન્દ્ર પાઠકને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી એક કાળા કલરનો મોબાઇલ ફોન મળી આવતા વધુ પુછપરછ શરૂ કરાઇ હતી. જેમાં તેને વીરેન્દ્ર પર થયેલા હુમલાની કબૂલાત કરી હતી. પોલીસે રોહિતનો ગુનાહિત ઇતિહાસ તપાસી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube