ઝી બ્યુરો/સુરત: ફેસબુક પર ફ્લીપકાર્ટ જેવી ફ્લીપઓફરકાર્ટ, ફ્લીપઓફરઝોનના નામે નકલી વેબસાઈટ બનાવી જંગી ડિસ્કાઉન્ટથી કિચનવેર આપવાની જાહેરાત આપી દેશવ્યાપી કૌભાંડ સુરતના સરથાણામાં ઝડપાયું હતું. ટોળકીએ ત્રણ દુકાનો ભાડે રાખી પાંચ હજાર કરતાં વધુ લોકો પાસેથી સામાનનો ઓર્ડર લઈ નાણાં પડાવી લીધા હતા. બે વર્ષથી આ કૌભાંડ ધમધમતું હોઇ ૨૦ કરોડ કરતાં વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો પોલીસે દાવો કર્યો હતો. પોલીસે આ પ્રકરણમાં ત્રણ સૂત્રધાર સહિત આઠની ધરપકડ કરી હતી. ૧૩૭ ATM કાર્ડ, ૯૮ કિટ. ૦૯ QR કોડ, કાર, ૦૮ લેપટોપ સહિત ૮.૩૫ લાખની મતા કબજે કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે ભાડાની આવકના નિયમોમાં કર્યો ફેરફાર


સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. ઝાલાએ અલગ અલગ ટીમ બનાવી બુધવારે બપોરે પવિત્રા પોઈન્ટના સાતમા માળે, મોટા વરાછા આઇ.ટી.સી. બિલ્ડિંગમાં આઠમા માળે અને મેરિટોન પ્લાઝાના ત્રીજા માળે તથા પવિત્રા પોઇન્ટના પાર્કિંગમાં રહેલી બે કારમાં સાગમટે રેઇડ કરી હતી. 30 વર્ષીય સાગર વિનુભાઈ ખૂંટ તેના ભાઈ પીયૂષ ખૂંટ અને આશિષ રાઘવ હડિયા સાથે મળી ફ્લીપકાર્ટની નકલી વેબસાઈટ બનાવી લોકોને સસ્તામાં કિચનવેર આપવાની જાહેરાત કરી નાણાં ટ્રાન્સફર કરાવી લઈ સામગ્રી નહિ પહોંચાડી છેતરપિંડી કરતો હોવાની બાતમી મળી હતી. 


Bigg Boss 18: દયા ભાભીએ રૂપિયાને મારી લાત, દીપિકાથી 4 ગણી ફી ઓફર છતાં પાડી દીધી ના


પોલીસે રેઇ ડ કરી સાગર ખૂંટ, આશિષ હડિયા, સંજય મધુ કાતરિયા, યશકુમાર ભીખાભાઇ સવાણી , પાર્થ ધનજી સવાણી અને દિલીપ ધીરૂ પાઘડાળને દબોચી લીધા હતા.અહીંથી ૧૩૭ ATM કાર્ડ, ૯૮કિટ, ૦૯ QR કોડ, કાર, ૦૮ લેપટોપ,૧૦૧ સિમકાર્ડ, ૯૯ આધારકાર્ડ, 21 મોબાઇલ ફોન વાઈફાઈ રાઉટર, સ્વાપર મશીન, રબર સ્ટેમ્પ સહિત ૮.૩૫ લાખની મતા કબજે કરી હતી. આખું કૌભાંડ દેશવ્યાપી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ કૌભાંડ બે વર્ષથી ચાલી રહ્યું હતું. મુખ્ય સૂત્રધાર સાગર ખૂંટ, પીયૂષ ખુંટ અને આશિષે ફલીપકાર્ડનો લોગો તથા તેની પરથી જ મુકાયેલી જાહેરાતના ફોટોની કોપી કરી ફલીપઓફર કાર્ટ. ફલીપ ઓફર ઝોન ઉપરાંત ઓફરકાર્ટ શોપ, ઓફરવીલા. શોપ. ડોમેન નેમ, ઓફરઝોન જેવા 19 નામે નકલી વેબસાઇડ બનાવી છેતરપિંડી કરવામાં આવતી હતી. પાંચ હજાર કરતાં પણ વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. 


કેમ વનવાસમાં પાંડવોને નહોંતું ખૂટતુ ભોજન? જાણો યુધિષ્ઠિર પાસે એવું કયું પાત્ર હતું?


ગુજરાતમાં છેતરપિંડી કરે તો પોલીસ પકડી લેશે તે ડરથી ગુજરાત બહારના લોકો વાપરે તેમને દેખાઇ તે રીતે જ ફેસબુક પર જાહેરાત કરવામાં આવતી.આ ટોળકી એટલી શાતિર હતી કે એકાઉન્ટ્સ મારફત ફેસબુક પર કિચનવેરની જાહેરાત કરી લોકોને સાવ પાણીના ભાવે વસ્તુની ઓફર કરતી. નાણાં મળી જતાં જ વસ્તુ મોકલતા ન હતા. પકડાય નહિ તે માટે સિમકાર્ડ અને બેન્ક એકાઉન્ટસ તથા ક્યુ.આર. કોડ પણ બીજી વ્યક્તિઓ પાસેથી ભાડે મેળવતા હતા. હિંમત ઘનશ્યામ વાઘેલાને તેની માટે ખાસ રાખ્યો હતો. ઘનશ્યામ ભાવનગર નારી ચાર રસ્તા પર જઇ લોકો પાસેથી આઠથી ૧૦ હજાર રૂપિયામાં એકાઉન્ટ ભાડે મેળવતો. તે ઉપરાંત આ કિટથી જ ઓનલાઇન પેમેન્ટ માટે ક્યુ.આર. કોડ બનાવવામાં આવતાં જે બાદમાં ઘનશ્યામ અને સંજયના નામે તુલસી હાર્ડવેર અને તુલસી એન્ટરપ્રાઇઝના બિઝનેસ એકાઉન્ટમાં જમા લઇ ઉપાડી લેતા.


Guru-Shani : વક્રી ગુરુ અને માર્ગી શનિ 3 રાશિને ફળશે, માલામાલ થતા કોઈ રોકી નહીં શકે


ઉલ્લેખનીય છે કે દરેક વ્યક્તિઓએ અલગ અલગ કામ વહેંચી લીધું હતું. સાગર એફ.બી. પર માર્કેટિંગ કરતો હતો. ઘનશ્યામ ભાડેથી એકાઉન્ટ્સ તથા સિમકાર્ડ લાવતો. દિલીપ પાઘડાળ યુ.પી.આઈ.ના ક્યુ. આર. કોડનું કામ સંભાળતો હતો. સાગર અને આશિષ માંડ બારમું સુધી ભણ્યા હતા. પરંતુ યશ સવાણી અને પાર્થ સવાણી જેઓ બી.ટેક અને એમ.સી.એ.ની ડિગ્રીધારક હતા તેમને 20-20 હજારના પગારથી વેબસાઇડ ડેવલોપરની નોકરીએ રાખ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ ટોળકી દર મહિને સરળતાથી પાંચેક લાખની કમાણી કરી લેતી હતી. જે જોતાં આંકડો ઘણો મોટો હોવાનું અનુમાન છે.