surat people played garba at lal chowk : ઉત્તર ભારતમાં હાલ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતીઓ હિલ સ્ટેશનની બરફીલી વાદીઓમાં ફરવા નીકળી પડ્યા છે. ત્યારે સુરતીઓ પણ કાશ્મીર પહોંચ્યા છે. જ્યાં જમ્મુ કાશ્મીરના ફેમસ લાલ ચૌક પર સુરતી લાલાઓએ ભરપૂર મસ્તી કરી હતી. ગુજરાતીઓએ અહી ગરબા કર્યા હતા. આ વાયરલ વીડિયો લાલ ચોકનો છે. લાલ ચોક પર પહોંચેલા સુરતી લાલા કેટલા ખુશ છે તે આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. કાશ્મીર પહોંચેલા સુરતીઓએ લાલ ચોક પર મન મૂકીને ગરબા કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરના લાલચોક ઉપર સુરતના લોકો ગરબા રમ્યા હતા જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. શિયાળાની સિઝનમાં લોકો હિલ સ્ટેશનમાં ફરવા જતા હોય છે.સુરતના લોકો પણ જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા અને ત્યાંનો માહોલ જોઈને લાલચોક ઉપર ખૂબ મસ્તી કરી હતી અને ગરબા પણ રમ્યા હતા.સુરતીઓ ના ગરબા રમતા વીડિયો વાયરલ થયા છે.જેની અંદર જોઈ શકાય છે કે એ લોકો લાલ ચોક ઉપર કેટલા ખુશ છે.આ એજ લાલ ચોક છે જ્યાં અવાર નવાર આતંકવાદી ઘટનાઓ બનતી હતી અને પત્થર બાજી ઘટનાઓ બનતી હતી.


France Flight Case : અમેરિકા મોકલનારા એજન્ટોને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે પોલીસ


ઉલ્લેખનીય છે કે, લાલ ચોક કાશ્મીરનું સૌથી હેપનિંગ સ્થળ છે. જ્યાં અનેકવાર આતંકી હુમલા થયા છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. આતંકી ઘટનાઓ માટે પ્રખ્યાત કાશ્મીર હવે પર્યટકો માટે ફરવાનું સ્થળ બની ગયું છે. ગુજરાતીઓ તેનો આનંદ ઉઠાવી રહ્યાં છે.