તેજશ મોદી, સુરત : Gujarat, Surat Gas Leak: સુરતમાં મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતા 6 લોકોનો ભોગ લેવાયો છે. સચિન GIDC માં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 25 જેટલા લોકોને ઝેરી ગેસની અસર થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાયા હતા. જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ક કરેલા ટેન્કરમાંથી લિક થયુ ઝેરી કેમિકલ
સુરત સચિન GIDC માં રોડની બાજુમાં પાર્ક કરેલુ કેમિકલ ભરેલું ટેન્કરમાં ભરેલું ઝેરી કેમિકલ લીકેજ થયું હતું. ઝેરી કેમિકલ લીકેજ થવાને લીધે મોટી દુર્ઘટના સર્જાઈ છે. હવામાં કેમિકલ ભળતા અનેક લોકો બેભાન થઈ ગયા છે. સચિન GIDC માં રાજકમલ ચોકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની 8-10 મીટર સુધીમાં મજૂરો સૂતા હોવાનું જાણવા મળ્યું છે. અચાનક ટેન્કરની ડ્રેનેજ પાઈપ લીક થતા ગેસ પ્રસરી ગયો. જેના કારણે ત્યાં સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર અસર થઈ. મળતી માહિતી મુજબ હવામાં કેમિકલ ભળતા ગૂંગળામણના કારણે લોકો બેભાન થવા લાગ્યા હતા. 


આ પણ વાંચો : આ ગુજ્જુ મહિલાએ સફળતાની વ્યાખ્યા બદલી, ફ્લેવરવાળું મધ બનાવીને એક વર્ષમાં કરી લાખોની કમાણી  


રોડની બાજુમાં સૂતા હતા મજૂરો
GIDCમાં રોડની બાજુમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતાં 5 મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે 25થી વધુ મજૂરો ગૂંગળાયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતું થયું છે... હાલ તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા 4 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube