‘સર્જિકલ સ્ટ્રાઇક’ બાદ હવે માર્કેટમાં આવી આ થીમ પર સાડી, માત્ર 4 કલાકમાં જ કરાઇ તૈયાર
પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક દ્વારા લીધો છે. જેને લઇ સમગ્ર દેશવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સુરતના કાપડના વેપારીઓએ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકની થીમ પર સાડી ડિઝાઇન કરવામાં આવી છે અને તેને દેશના જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવશે.
ચેતન પટેલ, સુરત: પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક દ્વારા લીધો છે. જેને લઇ સમગ્ર દેશવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સુરતના કાપડના વેપારીઓએ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકની થીમ પર સાડી ડિઝાઇન કરવામાં આવી છે અને તેને દેશના જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવશે.
સુરતના વેપારીઓએ સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઇક થીમ પર સાડી ડિઝાઇન કરવામાં આવી છે. આ સાડીને વેપારીઓ દ્વારા માર્કેટમાં પણ મુકવામાં આવી છે અને દેશમાં જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવશે. આમ તો સામાન્ય રીતે આ કોઇ એક સાડી બનાવતા 7 દિવસ જેટલો સમય લાગે છે પરંતુ એર સ્ટ્રાઇકની થીમ પર સાડી માત્ર 4 કલાકમાં જ બનાવવામાં આવી છે.
વધુમાં વાંચો: ચપટીમાં વેચાયા 200 કરોડના બોન્ડ, મનપાને મળ્યું 1135 કરોડનું બિડીંગ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સુરતના વેપારીઓએ દેશની સેનાનું મનોબળ વધારવા માટે સર્જિકલ સ્ટ્રાઈક થીમ પર સાડી ડિઝાઇન કરી છે. સર્જિકલ સ્ટ્રાઈક થીમ પર સાડી બનાવી વેપારીઓ પાકિસ્તાનને જવાબ આપી રહ્યા છે, કે તેઓ પોતાની સેના સાથે છે. આ સાડીથી થનાર નફો વેપારીઓ શહીદોના પરિવારને આપવાનો નિર્ણય કર્યો છે. સર્જિકલ સ્ટ્રાઈકવાળી સાડીની ડિમાન્ડ અચાનક જ વધી ગઈ છે. અન્ય રાજ્યના વેપારીઓ આ સાડીનું ફર્સ્ટ લુક જોઈને ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સાડીનો ઓર્ડર આપતા પોતાની જાતને રોકી શક્યા નથી.
[[{"fid":"204793","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
વધુમાં વાંચો: સુરતમાં 15 કરોડના ખર્ચે 3 ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ તૈયાર: CM કરશે ઉદ્ઘાટન
સાડીની ડિઝાઈન ભારતીય સેનાના શૌર્યને વર્ણવે છે. થલસેના- વાયુસેનાનું પરાક્રમ આ સાડીની ડિઝાઈનમાં સ્પષ્ટ જોવા મળે છે કે, આ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈકની ડિઝાઇન ધરાવે છે. હેલિકોપ્ટરથી ઉતરતા ભારતીય સૈનિકો અને તેજસ લડાકુ વિમાન સહિત સુરત ખાતે તૈયાર થયેલા મેક ઇન ઇન્ડિયા વ્રજ નાઈન ટેન્કની ડિઝાઇન સાડી પર બનાવવામાં આવી છે. અનોખી ડિઝાઇન સાથે આ સાડી દેશના ખૂણા ખૂણામાં જશે. સુરત ખાતે તૈયાર કરવામાં આવેલી આ સર્જિકલ સ્ટ્રાઈક સાડીના મુખ્ય હેતુ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે હાલ પુલવામામાં બનેલી ઘટના બાદ વેપારીઓ દેશના સૈનિકો માટે કંઇક કરવા માગતા હતા.
વધુમાં વાંચો: ગુજરાત સહિત આ રાજ્યોની બોર્ડર પર હાઇ એલર્ટ, BSF સણસણતો જવાબ આપવા તૈયાર
તેઓએ આ ખાસ ડિઝાઇનની સાડી તૈયાર કરી છે. આ સાડીના વેચાણથી થતા નફાની રકમ શહીદ પરિવારોને આર્થિક યોગદાન તરીકે આપવામાં આવશે. સુરત ખાતે જ્યારે આ સર્જિકલ સ્ટ્રાઈક સાડીનો સેમ્પલ પીસ તૈયાર કરવામાં આવ્યો તો દેશના અન્ય રાજ્યોમાં રહેતા સાડીના વેપારીઓ તેને ખરીદવાથી પોતાને રોકી શક્યા નહીં. આજે હજારોની સંખ્યામાં સર્જિકલ સ્ટ્રાઈક સાડીનો ઓર્ડર સુરતના વેપારીઓને મળી રહ્યો છે. સુરત ખાતે આ સાડીનો ઓર્ડર આપવા આવેલા વેપારીઓનું કહેવું છે કે આ સાડી દેશના ગામે-ગામે પહોંચે એ પ્રયત્ન કરવામાં આવશે.
વધુમાં વાંચો: વાયુસેનાના પાઇલટને પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે: પરેશ ધાનાણી
જ્યારે ભારતીય સેનાની ગર્વ ગાથા દેશની મહિલાઓ પણ જોશે અને સાડી પહેરી પોતાને ગૌરવાન્વિત અનુભવ કરશે. આ સાડી વેચવામાં કોઈ પણ નફો ધ્યાનમાં રાખવામાં આવ્યો નથી. દેશના વેપારી અને દેશની જનતા ભારતીય સેના સાથે છે. વેપારીઓ દેશના શહીદ જવાનોના પરિવાર માટે કશું કરવા ઇચ્છે છે અને આ જ કારણ છે કે આ સાડીઓ જો નુકસાનમાં પણ વેચવી પડે તો વેપારીઓ તૈયાર છે. સુરતમાં તૈયાર થતી સાડીઓ હમેશાથી ચર્ચાનો વિષય રહી છે. પોતાની ડિઝાઈનથી લઈ પોલિટિકલ નેતાઓથી માંડી અન્ય તસવીરો તૈયાર સાડીઓ હમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહી છે.
વધુમાં વાંચો: અમદાવાદમાં 2માર્ચથી કલમ 144 લાગુ, હાઇ એલર્ટમાં જાણો પોલીસનો નવો પ્લાન
જોકે આ વખતે સુરતના વેપારીઓ દ્વારા તૈયાર કરાયેલી સાડી જોઇ લોકોમાં દેશભક્તિની ભાવના ચોક્કસ પણે વધશે એવું વેપારીઓનું માનવું છે. એક તરફ જ્યાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓની થીમ પર કેટલાક વેપારીઓ સાડીઓ તૈયાર કરી નેતાભક્તિ કરી રહ્યા છે, ત્યાં સુરતમાં એવા પણ વેપારી છે જ્યાં નેતાભક્તિ છોડી દેશભક્તિની ભાવના બતાવી રહ્યા છે.