તેજસ મોદી/સુરત: બે દિવસ અગાઉ શિક્ષિકા મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા ઝપાજપીનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ મહિલાને પોલીસ મથકે લઇ જવા માટે રસ્તા પર ઘસડવામાં આવી હતી. આ મહિલા શિક્ષિકાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે, મહિલાએ પોલીસ પર આરોપ લગાવ્યા છે, કે પોલીસ દ્વારા તેના વાળ ખેચી જીપમાં બેસાડવામાં આવી હતી. અને મોઢા અને પીઠના ભાગમાં માર માર્યો હતો. જ્યારે ઉમરા પીઆઇ ગોરેએ મેડિકલ માટે ખાનગી હોસ્પિટલમાં મોકલી હતી. રોશે ભરાયેલી મહિલાએ પોલીસ કમીશ્નરને રજૂઆત કરતા શિક્ષિકાની ફરિયાદને કમીશ્નરે સાંભળી નહિ,  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષિકા પોતાની ગાડીમાં આવવાનું કહે છે. પરતું પોલીસ તેને જબરદસ્તી પોલીસની ગાડીમાં બેસવાનો પ્રયાસ કરે છે, જેથી નાં પાડતા મહિલા પોલીસે તેને પકડી માર માર્યો હતો. એટલું જ નહિ શિક્ષિકા સાથે રીઢા ગુનેગારની જેમ વ્યવહાર કર્યો હતો. ફરજ પરના પોલીસ અધિકારીએ શિક્ષિકા પર અભદ્વ ભાષાનો ઉપયોગ કર્યો હતો.


વધુમાં વાંચો...નામની નશાબંધી: ગુજરાતમાં દારૂબંધીનું સત્ય, આ રહ્યા ગુજરાતના કુખ્યાત બુટલેગરો


આ ઘટનાનો વીડિયો સોસીયલ મીડિયા પર વાઇરલ થતા લોકોએ પોલીસ પર આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાએ પોલીસ સાથે માથાકૂટ કરી તો તેની સામે પોલીસે કાર્યવાહી પણ કરી, જયારે પોલીસે પણ મહિલાની સાથે જે વર્તન કર્યુ તે પણ સુરત પોલીસને શોભે નહિ તે વાત પણ ચોક્કસ છે. ત્યારે શિક્ષિકા વંદના પટેલે ઝી 24 કલાક વાત કરી તે દિવસની સમગ્ર હકિકત જણાવી હતી.