Surat Trending Video : આજકાલ માતાપિતા બાળકોને દરેક વસ્તુઓ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે, જો બાળકોને યોગ્ય નિયમ શીખડવાડવામાં ન આવે તો તેના જીવનું જોખમ બની શકે છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. માતાપિતાએ પોતાના દીકરાને સાઈકલ તો આપી, પરંતુ સાઈકલ કેવી રીતે ચલાવવી, સ્પીડમાં ન ચલાવવી તે જ્ઞાન ન આપ્યું. પરિણામે એક દીકરો અકસ્માતનો ભોગ બન્યો. સુરતની એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમા જોઈ શકાય છે કે, બિન્દાસ્ત રીતે સાયકલ હંકારતો બાળક પોતે જ અકસ્માતનો શિકાર બન્યો હતો. જેને કારણે તે ગંભીર રીતે ઘવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકોને સાયકલ ચલાવવા આપતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પુરપાટ ઝડપે સાયકલ ચલાવતો બાળક પટકાતા તેને ગંભીર ઈજા થઈ છે. બાળક સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે બમ્પ આવી જતા બાળક સાયકલ પરથી પટકાતા ઈજા થઈ છે. સુરતની કિરણ પાર્ક સોસાયટીનો વીડિયો હોવાની જાણકારી મળી છે. સાયકલ પરથી પડ્યા બાદ બાળક બેભાન થઈ ગયો. બાળકને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. બાળકને માથામાં ફ્રેક્ચર થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


અંદર કી બાત : ભાજપ લોકસભામાં નવાજૂની કરવાના મૂડમાં, આ 22 સાંસદોના કપાઈ શકે છે પત્તા


કરુણ ઘટના : રમત-રમતમાં બહેને લાકડાનો દરવાજો ખેંચ્યો, ને ભાઈ પર પડ્યો, પળમાં થયું મોત