અંદર કી બાત : ભાજપ લોકસભામાં નવાજૂની કરવાના મૂડમાં, આ 22 સાંસદોના કપાઈ શકે છે પત્તા
Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીને હજી 13 મહિના બાકી છે, છતાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જુઓ હવે ભાજપ શુ નવુ કરવાની તૈયારી કરી રહ્યું છે
Trending Photos
Gujarat Election 2024 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજી ત્રણ મહિના પહેલા જ થઈ. ને લોકસભાની ચૂંટણીને હજી 13 મહિનાની વાર છે. પરંતું ભાજપે ફરી એકવાર રેકોર્ડ તોડવાનું મન બનાવી લીધું છે. ભાજપે લોકસભાની 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. પરંતું આ ટાર્ગેટમાં ભાજપ નવાજૂની કરે તેવા એંધાણ છે. કારણ કે, વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ નવા ચહેરાઓને ટિકિટ આપી શકે છે. ભાજપ વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભાની ચૂંટણીમાં નવોદિતોને તક આપવા માંગે છે. જો આવું થયુ તો અનેક જૂના સાંસદોનું પત્તુ કપાઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભાજપના આ નિર્ણયથી એક-બે નહિ, પરંતું લગભગ 22 જેટલા સાંસદોની ટિકિટ કપાઈ શકે છે.
ભાજપ ફરી એકવાર મોટા માર્જિન સાથે લોકસભા ચૂંટણી જીતવા માંગે છે. આ માટે ગુજરાત ભાજપે ગોલ સેટ કર્યો છે. આ માટે ભાજપ નવા ચહેરા પર દાવ લગાવવા જઈ રહ્યું છે. 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં નવાજૂની થવાના એંધાણ છે. કારણ કે, લગભગ મોટાભાગના સાંસદો પર કાતર ફરી શકે છે તેવુ સૂત્રોનું કહેવું છે. જોકે, આ નવા ચહેરા કોણ હશે અને કોણ કપાશે તે માટે કમલમમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
ઉમેદવાર શોધો આંદોલન
ભાજપે નવા સાંસદ ચહેરા તરીકે સ્ક્રીનિંગ અત્યારથી જ શરૂ કર્યુ હોવાનું ચર્ચાય છે. એટલે કે ઉમેદવાર શોધો આંદોલન. લોકસભાની ચૂંટણીમાં 26 પૈકી 22 નવા ચહેરા મુકાશે. એવી પણ ચર્ચા છે કે, ભાજપ 8 થી 10 બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટો આપશે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કેટલીક બેઠકો પર ચાલુ ધારાસભ્યોને ટિકિટ અપાઈ હતી. જો કે આ વખતે તેનું પ્રમાણ વધશે. તેમાં આયાતી ઉમેદવારોને ચાન્સ મળી શકે છે. ખાસ કરીને, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પણ તક મળી શકે છે. હાલ ગુજરાતમાંથી 6 મહિલા સાંસદો છે અને નવી યાદીમાં પણ મહિલાઓની સંખ્યા સારી રીતે જળવાશે.
કોનું પત્તુ કપાવાની શક્યતા
રાજેશ ચુડાસમા (જૂનાગઢ), નારણ કાછડિયા (અમરેલી), મિતેશ પટેલ (આણંદ), દેવુસિંહ ચૌહાણ (ખેડા), રતનસિંહ રાઠોડ (પંચમહાલ), જશવંતસિંહ ભાભોર (દાહોદ), રંજનબેન ભટ્ટ (વડોદરા), ગીતાબેન રાઠવા (છોટા ઉદેપુર), પરભુ વસાવા (બારડોલી), દર્શના જરદોશ (સુરત), કે.સી. પટેલ (વલસાડ), પરબત પટેલ (બનાસકાંઠા), દીપસિંહ રાઠોડ (સાબરકાંઠા), ભરતજી ડાભી (પાટણ), શારદાબેન પટેલ (મહેસાણા), હસમુખ પટેલ (અમદાવાદ પૂર્વ), ડો. કિરીટ સોલંકી (અમદાવાદ પશ્ચિમ), મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર), મોહન કુંડારિયા (રાજકોટ), રમેશ ધડુક (પોરબંદર), પૂનમ માડમ (જામનગર)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે