ચેતન પટેલ/સુરત: ધાડ અને ચોરીને અંજામ આપનારી જાબંવા ગેગના મુખ્ય બે સાગરિતોને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે સોનાની બંગડી સહિત પાંચ હજાર ડોલર અને રૂપિયા 8 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 12 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢયો હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા સમય અગાઉ પુણા વિસ્તારમા એક ધાડપાડુ ગેંગ દ્વારા બંધ ઘરને નિશાન બનાવીને રૂપિયા 12 લાખની ચોરી કરવામા આવી હતી. જેમા સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરી આ ગેંગને ભગાડવામા આવી હતી. જે બનાવમા ક્રાઇમબ્રાચ તપાસ કરી રહ્યુ હતુ. ત્યારે ક્રાઇમબ્રાચને બાતમી મળી હતી કે ધાડપાડુ ગેંગ તારાપુર પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ ગેંગના બે સાગરિતો રાજુ અલાવા તથા નિલેસ ભીલને ઝડપી પાડયા હતા.


અમિત શાહે ઉમેદવારી પત્ર સાથે કરોડોની મિલકત દર્શાવી, જુઓ શું છે આંકડો


પોલીસે પકડાયેલા આરોપી પાસેથી 12 સોનાની બંગડી તથા પાંચ હજાર ડોલર મળી કુલ રૂપિયા 8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેઓની પુછપરછમા તેઓએ જણાવ્યુ હતુ કે, તેઓએ અત્યાર સુધી મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ જેવા રાજયોમા ધાડ અને ચોરીના ગુનાઓેને અંજામ આપી ચુકયા છે. પોલીસ સમક્ષ તેઓએ 12 ગુનાઓની કબૂલાત કરી હતી. આ ગેંગ દ્વારા દિવસ દરમિયાન બંધ ઘરની રેકી કરવામા આવતી હતી અને બાદમા રાત્રે તેમને નિશાન બનાવવામા આવતા હતા.