પ્રશાંત ઢીવરે/સુરત: સુરતનાં ઉદ્યાનમાં જમવાનું નહીં બનાવતા પતિએ ચપ્પુથી પત્નીની હત્યા કરી નાંખી છે. પતિએ પત્નીને ઉપરા છાપરી ચપ્પુના 7 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી જાતે જ ઉધના પોલીસમાં હાજર થયો હતો. શાકભાજી લેવા અને જમવાનું ન બનાવતા દંપતી વચ્ચે ઝગડો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ? 'એલર્ટ' વાળી આગાહી


સુરત શહેરના ઉધના ખાતે આવેલા લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલમાં રહેતા અને ત્યાં નવી બંધાતી બિલ્ડિંગમાં મજૂરી કરતા અકલેશ ભૂરીયાની પત્ની કાલીબેન શાકભાજી લેવા ન જતા ઝઘડો થયો હતો. આ પછી શનિવારે બપોરે પત્નીને પતિએ જમવાનું બનાવવા માટે કહ્યું હતું. જો કે પત્નીએ જમવાનું ન બનાવી પતિ સાથે પાછો ઝઘડો કર્યો હતો. જેમાં આવેશમાં આવી પતિએ પત્નીને શાકભાજી કાપવાના ચપ્પુ વડે પેટમાં 7 ધા ઝીંકી દીધા હતા.


અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ! આ વિસ્તારમાં મેઘાએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ


ઘટના લઈને લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ આરોપીની પત્ની ને સારવાર અર્થે હસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં સારવાર દમિયાન મોત નિપજ્યું હતું. હત્યારો પતિ ઉધના પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિ અકલેશ ભૂરીયાની ધરપકડ કરી છે. મહિલાને સંતાનોમાં 2 બાળકી છે. 


સ્પેસમાં ફસાયેલી મહેસાણાની દીકરી માટે વતનમાં પ્રાર્થનાનો દોર શરૂ, વતનમાં હોમ-હવન


મૂળ મધ્યપ્રદેશ નાં વતની સુરત શહેર ઉધના ખાતે આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ માં નવી બંધાતી બિલ્ડિંગમાં આરોપી અકલેશ ભૂરીયા અને તેની પત્ની કાલી બેન મજૂરી કામ કરતા હતા. ત્યાં બાંધકામ સાઈટ પર રહેતા હતા. બંને વચ્ચે નાની મોટી વાતને લઈને ઝગડો થયો રહેતો હતો. ગત રોજ જમવાનું નહીં બનાવતા બાબતે બંને વચ્ચે ઝગડો થયો હતો. આરોપી પતિએ પત્નીને શાકભાજી કાપવાના ચપ્પુ વડે પેટમાં 7 ધા ઝીંકી હત્યા કરી નાખી હતી. 


ડાકોર મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું! જાણો જન્માષ્ટમીના રોજ ઠાકોરજીના દર્શનનો સમય


સમગ્ર મામલે ઉધના પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.