Surat: સાત વર્ષના બાળકની અનોખી સિદ્ધિ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
શહેરના સિટીલાઇટ વિસ્તારના આર્નવ એપાર્ટમેન્ટમાં રહેતા કિયાન જૈનનો મેથેમેટિક્સ પ્રત્યેનો લગાવ જોઈને ભલભલા દંગ રહી જાય છે. કિયાન ધોરણ-૧માં અભ્યાસ કરે છે અને તેણે લોકડાઉનમાં એબેકસના કલાસ કરવાના શરૂ કર્યા હતા.
તેજસ મોદી, સુરતઃ શહેરમાં નાની ઉંમરે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સુરતી બાળકો ઝળહળી રહ્યા છે. આ વચ્ચે વધુ એક ૭ વર્ષના બાળકે સિંગલ ડિજિટ નંબરોનું ઝડપી એડિશન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જો કે બાળકની ખાસિયત એ છે કે તે ઊંધો લટકીને ગણતરીની સેકન્ડમાં મોટા એડિશન કરે છે. સામાન્ય રીતે ગણિત જેવો વિષય દરેક લોકોના વિદ્યાર્થીકાળનો દુશ્મન હોવાની વાતો જાણીતી છે. ખૂબ ઓછા વિદ્યાર્થીઓના પ્રિયવિષય તરીકે મેથેમેટિક્સ જોવા મળે છે.
શહેરના સિટીલાઇટ વિસ્તારના આર્નવ એપાર્ટમેન્ટમાં રહેતા કિયાન જૈનનો મેથેમેટિક્સ પ્રત્યેનો લગાવ જોઈને ભલભલા દંગ રહી જાય છે. કિયાન ધોરણ-૧માં અભ્યાસ કરે છે અને તેણે લોકડાઉનમાં એબેકસના કલાસ કરવાના શરૂ કર્યા હતા. નાની ઉંમરે કિયાને સિંગલ ડિજિટ નંબરોનું ઝડપી એડિશન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન હાંસલ કર્યું છે. સીધા બેસીને ગણિતના પ્રશ્નો હલ કરવામાં લોકોનો પરસેવો પડી જાય છે ત્યારે કિયાન આ ગણતરી ઉંધો લટકીને ગણતરી છે જે તેની ખાસિયત છે. કિયાનની માતા શ્વેતાબેને કહ્યું કે, લોકડાઉનના સમયે અમને બાળકોને ખામી અને ખૂબી બન્ને જોવા મળી. જેથી અમે જૂન મહિનામાં કિયાનને એબેકસના ક્લાસિસ શરૂ કરાવ્યા હતા. તેને ટીવી, મોબાઇલ વગેરે ગેજેટની કોઈ પણ પ્રકારની આદતો નથી. જેથી તેણે લોકડાઉનમાં એટલી બધી પ્રેક્ટિસ કરી કે આજે તે પહેલા ધોરણનો હોવા છતાં ધોરણ ૩-૪ ની ગણતરી કરે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં નવા 3843 કેસ, 18 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર
એકવાર રમતા રમતા તેણે ઊંધા લટકીને એબેકસ ગણિતનો એક વિડીયો સોલ્વ કર્યો હતો. તે દિવસથી તેનો કોન્ફિડન્સ વધ્યો અને તે હવે દરેક ગણતરી ઊંધો લટકીને જ કરે છે. ૪ ડિસેમ્બર,૨૦૨૧ ના રોજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની સ્પર્ધામાં તેણે તેનો પહેલો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મેળવ્યો છે. સાથે જ અમદાવાદમાં તેણે ટાએકવોન્ડોમાં સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube