અમદાવાદ શહેરમાં નવા 3843 કેસ, 18 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર

અમદાવાદ શહેરમાં કોરોના કેસની સાથે માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 
 

 અમદાવાદ શહેરમાં નવા 3843 કેસ, 18 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાએ કહેર મચાવ્યો છે. ગુજરાતના 50 ટકા જેટલા કેસ આ શહેરમાં જ નોંધાય રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 3843 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1637 લોકો સાજા પણ થયા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કોરોનાના 2.58 લાખ કેસ સામે આવ્યા છે. તો કોરોનાને લીધે 3400 જેટલા મૃત્યુ નોંધાયા છે. નવા કેસની સાથે અમદાવાદમાં માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 

અમદાવાદમાં કુલ 180 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર
અમદાવાદમાં કોરોનાના નવા કેસની સાથે માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાએ આપેલી માહિતી પ્રમાણે શહેરમાં આજે 18 નવા માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર સામેલ થયા છે. જ્યારે 20 વિસ્તારને દૂર કરાયા છે. આમ શહેરમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યા 180 થઈ ગઈ છે. 

No description available.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news